Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સુરેન્દ્રનગરઃ સીટીસર્વેના ઇન્સ્પેકટર અને કર્મચારીની જામીન અરજી રદ

સુરેન્દ્રનગર, તા.૧૮:- સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અરજદારના જમીનના ક્ષેત્રફળની ખોટી માપણી થઇ હોય સુધારો કરવા અને નવી જમીન માપણીની નોંધ પડાવવા માટે સિટી સરવે કચેરીના મહિલા ઇન્સ્પેકટર યોગીતાબેન શાહે રૂ. ૫ હજારની લાંચ માંગી હતી. આ લાંચ તેમના વતી કચેરીના જ આઉટ સોર્સીંગના કર્મચારી લાલજીભાઇ મકનભાઇ ડાભી સ્વીકારતા જ એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ બનાવ બાદ પોલીસે અટક કર્યા બાદ હાલ જેલમાં રહેલા બન્ને આરોપીઓએ જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરી હતી. આથી સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ જજ એચ.બી.પાનેરીએ સિટી સર્વેના મહિલા ઇન્સ્પેકટર યોગીતાબેન શાહ અને આઉટ સોર્સીંગના કર્મચારી લાલજીભાઇ મકનભાઇ ડાભીની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.(૨૨.૮)

(12:18 pm IST)