Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સોમનાથ જયોર્તિલીંગ મહોત્સવઃ તૈયારીઓ પૂરજોશમાં

પ્રભાસ પાટણ તા. ૧૮ :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે તા. ર૩ ફેબ્રુ. થી ત્રિ-દિવસીય યોજાનાર જયોર્તિલીંગ મહોત્સવ અંગે તૈયારીઓ ચાલી રહી છે.

સોમનાથના ચોપાટી મેદાન ખાતે બાર જયોર્તિલીંગ દર્શન ઉપરાંત વિશાળ મેદાનમાં ૮૦ * ર૦૦ નો ડોમ બનવાનું કામ ચાલુ છે. જે સ્થળે વિવિધ વ્યાખ્યાનો-શિવ કાર્યક્રમો યોજાનાર છે.

સોમનાથ અતિથી ગૃહ પરિસરમાં વિશાળ મંડપ બંધાઇ રહેલ છે જેમાં રોજનું વિશેષ આમંત્રીત વર્ગ માટે ભોજન-પ્રસાદી વ્યવસ્થા ગોઠવાઇ છે. વેણેશ્વર પ્લોટ તરીકે ઓળખાતા સ્થળે પણ માનવ મહેરાણ ઉમટવાની ધારણાએ તા. ર૩ થી રપ ફેબ્રુ. ૮ થી ૧૦,૦૦૦ લોકો સારી રીતે ભોજન પ્રસાદી લઇ શકે તે માટે મંડપો બંધાયા છે.

તો ટ્રસ્ટ ઓફીસ પાસે સ્વાગત કક્ષ બંધાઇ રહ્યું છે.  જેમાં મહોત્સવમાં આવનારાઓનું રજીસ્ટ્રેશન, વ્યવસ્થાઓ, વાહન સુવિધાઓ, ભોજન વ્યવસ્થા અંગે માહિતી અને મદદ માર્ગદર્શન અપાશે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટેમ્પલ ઓફીસર સુરેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ સુરક્ષા પોલીસ ઇન્સ. વી. એમ. ખુમાણ રાઉન્ડ ધ કલોક તૈયારી વ્યસ્ત છે. અને સોમવારે સોમનાથ મંદિરના નવનિયુકત ડીવાયએસપી એસ. એફ. વાઢેર ચાર્જ સંભાળે તેવી શકયતા.

રથયાત્રાનો પ્રારંભ

જયોર્તિલીંગ મહોત્સવ અનુસંધાને આજે ભારતના બારે-બાર જયોર્તિલીંગના રથોએ સોમનાથથી તેમને ફાળવાયેલ જીલ્લા મથકોએ જવા પ્રસ્થાન કર્યુ.

આ પ્રસંગે ઝંડાઓ ફરકાવી રથોને પ્રસ્થાન કરાવાયુ આ રથ એક મોટા વાહનમાં જે તે જયોર્તિલીંગ પ્રતિક - શંખ ચિત્ર તેમજ શિવ મંત્રોચ્ચાર સાથેનું ધ્વનિવર્ધક યંત્ર અને પુજારી, ર આસીપુજારી, ર સહાયકો સહિતના આ શિવાલય રથમાં તેમના મુકામે સવારે ૮ અને રાત્રે ૮ વાગ્યે પુજા-પાઠ સાથે આરતી પણ કરાશે.

૩૩ જીલ્લાઓમાં ફરનાર આ રથો પ્રત્યેક જયોર્તિલીંગ ત્રણ જીલ્લાઓને આવરી લઇ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી તા. રર મી ફેબ્રુ.એ સોમનાથ મહોત્સવમાં સામેલ થશે.

આ રથો સાથે એક વધારાની બસ પણ ફાળવાઇ છે જેમાં દરેક જીલ્લામાંથી પાંચ સંયોજકો જોડાઇ રથયાત્રામાં સામેલ રહેશે. રથયાત્રાને ઢોલ-શરણાઇની સુરાવલીઓ સાથે ભવ્ય પ્રસ્થાન કરાવાયું છે. (પ-ર૩)

 

(12:18 pm IST)