Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

દ્વારકાના મુળવેલ ગામે તમંચા સાથે બે ઝડપાયા

ખંભાળીયા તા ૧૮ :  મુળવેલ ગામના મોમાઇ માતાજીના મંદિર પાસે કનુભા રાયાભા વાઘેર ઉ.વ.૪૧, ધંધો ખેતીકામ, રહે. નાગેશ્વર ગામ મંદિરની પાછળ તા. ઓખા મંડળ તથા (ર) રૂપાભા ભિમાભા લગધિરભા માણેક,  ઉ.વ. ૪૦, ધંધો ખેતીકામ શ્રહે. મુળવાસર ગામ, બસ સ્ટેન્ડની પાસે, તા. ઓખા મંડળ, વાળા પાસે  પરવાના વગરની દેશી ઉપરથી ભરવાનો તમંચો (અગ્નિશસ્ત્ર) છે અને હાલ તે મુળવેલથી મોમાઇ માતાજીના મંદિરેથી સિમમાં તમંચા સાથે લઇ શિકાર કરવા નિકળવાનો છે, આ બાતમી ઉપરથી , દેશી ઉપરથી ભરવાનો તમંચો અગ્નિશસ્ત્ર કિ.રૂા ૨૫૦૦/- ની સાથે પકડી પાડી તમંચો (અગ્નિશસ્ત્ર) તપાસ અર્થે કબજે કરેલ અને આ તમંચો મજકુરઆરોપી નં.(ર) વાળા પાસેથી લઇ આવેલ નું જણાવેલ હોય જે ત્યાં નજીકમાં હોય બન્ને મજકુર આરોપીઓએ ગે.કા. પાસ, પરવાના, લાયસન્સ વગર પોતાના કબજામાં દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર રાખી આર્મ્સ એકટ કલમ ૨૫(૧બી),(એ)૨૯ તથા જી.પી.અકેટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુન્હો કરેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધમાં કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ઓખા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આ સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ ડી.બી. ગોહિલ તથા હેડ કોન્સ. મહમદભાઇ એમ. બ્લોચ, ઇરફાનભાઇ એ. ખીરા, પરબતભાઇ એમ. કરમુર, વિરેન્દંસિંહ એમ. જાડેજા, હરપાલસિંહ યુ. જાડેજા, ભીખાભાઇ એન. ગાગીયા, અશોકભાઇ આર. સવાણી, પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ જી. જાડેજા, મહાવીરસિંહ બી. ગોહીલ, અરસીભાઇ એસ. માડમ, લખમણભાઇ આંબલીયા, કિશોરસિંહ બી. જાડેેજા, નિલેષભાઇ એન. કારેણા જોડાયેલ હતા. (૩.૭)

(12:17 pm IST)