Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભુજના પધ્ધર ગામ પાસે ચાઇનીઝ લખાણ લખેલું પક્ષી મળી આવતા સુરક્ષા એજન્સીઓ થઇ દોડતી

ભુજ તા. ૧૮ : પુલવામા આતંકી હુમલો થયો તેને પગલે કચ્છમાં હાઈ એલર્ટ સાથે સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. તેની વચ્ચે ગઈકાલે ભુજના પદ્ઘર ગામ પાસેથી ચાઇનીઝ ભાષામાં લખાણ ધરાવતી ટેગ સાથે કબૂતર જેવું.પક્ષી મળી આવ્યું છે. ગામલોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

ભુજ બી ડિવિઝન પોલીસે ચાઈનીઝ ટેગ સાથે પક્ષી મળ્યું હોવાનું જણાવી આ પક્ષી પશ્યિમ કચ્છ એસઓજી પોલીસને સોંપાયું હોવાની જાણકારી આપી હતી. જોકે, ટેગ સાથે મળી આવેલ પક્ષી ની વધુ તપાસ માટે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. પ્રાથમિક રીતે તો અત્યારે કંઈ શંકાસ્પદ નહીં હોવાનું પોલીસ સૂત્રો કહી રહ્યા છે. છતાંયે વધુ તપાસ ચાલુ છે.(૨૧.૧૭)

 

(12:17 pm IST)