Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગોંડલમાં બુટલેગરના ભાઇના ઘરમાંથી ૨૬ બોટલ દારૂ પકડાયો

મોંઘી સ્કોચની બોટલો સાથે મહેશ જાદવની ધરપકડ : મકાન માલીક પ્રકાશની શોધખોળ : આર.આર.સેલનો દરોડો

રાજકોટ તા. ૧૮ : ગોંડલમાં નામચીન બુટલેગરના ભાઇને ત્યાં આર.આર.સેલે રેઇડ કરી મોંઘી સ્કોચની ૨૬ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે મકાન માલીકની શોધખોળ હાથ ધરાઇ છે. રાજકોટ રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.આઇ.જી.પી. સંદીપ સિંહે આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની કામગીરી કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમના માણસોને મળેલ હકિકત આધારે સ્ટાફના નરેન્દ્રસિંહ રાણા, મનીષભાઇ વરૂ તથા દિગુભા ઝાલા નાઓએ ગોંડલ ભગવતી પરામાં આવેલ આરોપીના કબ્જા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ સ્કોચની બોટલ નંગ-૨૬ કિ.રૂ.૪૧,૨૯૮ તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૪૧,૭૯૮નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપી નં.(૧) મહેશ ટાભાભાઇ જાદવ રે.ભગવતપરા શેરી નં.૨૬ ગોંડલ વાળાને ધોરણસર અટક કરી મકાન માલીક આરોપી નં.(ર) પ્રકાશ ઉર્ફે પકો નંદલાલ પરમાર રે.ભગવતપરા શેરી નં.૨૩ ગોંડલ વાળો હાજર મળી આવેલ ન હોય બંન્ને વિરુધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.(૨૧.૧૩)

(12:17 pm IST)