Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રબારીકા પાસે ટ્રાવેલ્સ બસે હડફેટે લેતા ખારચીયાની મોટરસાયકલ ચાલકનું મોત

 ઉપલેટાઃ તાલુકાના રબારીકા ગામ પાસે રાત્રે રાજકોટ થી જામજોધપુર પુરપાટ ગતિએ જઈ રહેલ શ્રી રામરાજ ટ્રાવેલ્સના બસ નં.જી.જે.બી.ટી, ૨૮૪૬ના ડ્રાઈવરે રબારીકા ગામના બસ સ્ટોપ સામે ઉપલેટા તાલુકાના ખારચિયા શહિદ બાવાજી ગામના ૩૦ વર્ષીય અશોકભાઈ નટવરલાલ શ્રીમાળી નામના મોટરસાયકલ નં.જી.જે.૦૫ ટી.એન.૬૪૩૮ના ચાલક યુવકને હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મરનાર કડીયા કામ કરનાર મૃતકના મૃતદેહને પીએમ માટે ભાયાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તપાસ ભાયાવદર પોલીસ બી.વી.ચૌહાણ ચલાવી રહી છે.(૨૩.૬)

(12:16 pm IST)