Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ખેડૂત મહિલાનો આપઘાતઃ પાક નિષ્ફળ કે આર્થિક સંકડામણ ?

સ્યુસાઈડ નોટમાં પાક નિષ્ફળ જતા પગલુ ભરૂ છું તેવોે ઉલ્લેખ કરાયા બાદ દુકાનના રીનોવેશનમાં ખર્ચ વધી જતા તેની ચિંતામાં પગલુ ભર્યાનું પોલીસનું નિવેદનઃ સાચુ શું ? કૃષિ મંત્રીના પંથકમાં બનેલ અતિ ગંભીર બનાવને દાબી દેવા પ્રયાસ ? ભારે ચર્ચા

તસ્વીરમાં મૃતક મહિલાનો ફાઈલ ફોટો, બીજી તસ્વીરમાં સ્યુસાઈડ નોટ તથા ત્રીજી તસ્વીરમાં મૃતકના પતિ પોલીસને નિવેદન આપતા નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરિયા)

જામનગર, તા. ૧૮ :. જામનગર જિલ્લાના લાલપુરમાં ખેડૂત પરિવારના મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ મહિલાએ સ્યુસાઈડ નોટમાં પાક નિષ્ફળ જતા આપઘાત કરૂ છું તેવો ઉલ્લેખ કર્યા બાદ મૃતકના પતિએ દુકાનના રીનોવેશન બાબતે ખર્ચની ચિંતામાં પગલુ ભર્યાનું જણાવતા આ શંકાસ્પદ બનાવ અંગે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાલપુરના જામનગર રોડ ઉપર ભરવાડના ડેલા સામે રહેતા હર્ષાબેન અશોકભાઈ ઘેટીયા પટેલ (ઉ.વ. ૪૨)એ પોતાના ઘરે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ અશોકભાઈ શામજીભાઈ ઘેટીયાએ જણાવ્યુ હતુ કે, મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અમે પતિ-પત્નિ વાડીએ ગયા બાદ ઘરે પરત આવી ગયા હતા. ત્યાર બાદ બપોરે હું મારા પુત્રને લઈને વાડીએ ગયો હતો.

ત્યાર બાદ મારા પત્નિ ઘરે હતા આ દરમિયાન મારા ભાઈ મનોજભાઈનો ફોન આવ્યો હતો કે, 'તું જલદી ઘરે આવી જા, તારા પત્નિ રૂમમાં બેભાન હાલતમાં પડેલ છે' તેથી તાત્કાલીક ઘરે આવીને તેમને તાત્કાલીક હોસ્પીટલે ખસેડયા હતા. આ દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હતું.

આ બનાવ અંગે જણાવ્યુ હતુ કે મારા પત્નિ દુકાનના રીનોવેશનના કામથી ચિંતિત હતા અને તેમણે આવુ પગલુ ભરી લીધુ હતું.

દરમિયાન આ બનાવ બાદ પાક નિષ્ફળ જવાથી કર્યાના સમાચાર સોશ્યલ મીડીયામાં વહેતા થયા હતા. જે અંગે જામનગરના નાયબ પોલીસ મથકના નોડલ અધિકારીશ્રીએ નિવેદનમાં જણાવ્યુ હતુ કે, પાક નિષ્ફળ જવાથી નહિ પરંતુ દુકાનના રીનોવેશનના ખર્ચની ચિંતામાં આ પગલુ ભર્યુ હતું.

કૃષિ મંત્રીના પંથકમાં બનેલ અતિ ગંભીર બનાવને દાબી દેવા પ્રયાસ ?  તે અંગે ભારે ચર્ચા થઈ રહી છે.(૨-૯)

(11:58 am IST)