Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ખંભાળીયામાં મેરેજ એનીવર્સરીના દિવસે જ દંપતિ વિખુટુઃ આર્મીમેનના પત્નીના આપઘાતથી અરેરાટી

ખંભાળીયા તા. ૧૮ :.. ખંભાળીયામાં યોગેશ્વર નગર ૧ માં મુળ બારાના રહેવાસી અમરસંગ જેઠવા તેમના ત્રણ પુત્રો અને પુત્રવધુઓના પરિવાર સાથે રહેતા હતાં.

અમરસંગનો મોટો પુત્ર પ્રદ્યુમનસિંહ જેઠવા લોબીમાં હતો અને તેનાથી નાના ભુપેન્દ્રસિંહ જેઠવા પણ કાશ્મીરમાં ગુલમર્ગમાં હતો જયાંથી તે રજા પર આવેલો અને ૩૧-૧-૧૯ ના રજા પુરી થઇ હતી પણ તેના પત્ની મીનાક્ષીબાએ તેમને ફરજ પરના જવા દબાણ કર્યુ હતું તથા ફરજ પર ના જવા દેતા ભુપેન્દ્રસિંહે રજા લંબાવી હતી પણ હવે રજા લંબાવવાનું શકય ના હોય તેમણે જવાનું કહેતા મીનાક્ષીબાને લાગી આવતા શનિવારના રાત્રે રૂમમાં ગળાફાંસો ખાઇને જિંદગી પુરી કરતા ભારે કરૂણતા સમગ્ર રાજપૂત સમાજમાં વ્યાપી ગઇ હતી.

મૃતક મીનાક્ષીબા જૂનાગઢ પાસેના કેશોદના બાળાગામના મહીપતસિંહ કેશુભા રાયઝાડાની પુત્રી હતી તથા તેમના પતિ ભુપેન્દ્રસિંહની સાથે મામા ફઇના સંતાનોના લગ્ન થયા હતા મીક્ષાક્ષીબા સહિત ત્રણ બહેનો તથા ભુપેન્દ્રસિંહ સહિત ત્રણ ભાઇઓ સાથે લગ્ન થયેલા ત્રણ ભાઇઓ અને ત્રણ બહેનો પરેલી હતી. તથા ભુપેન્દ્રસિંહને થોડા સમય પહેલા જ કાશ્મીરમાં બરફનું તોફાન થયેલું તેમાં લશ્કરી ટૂકડી ફસાઇ ગયેલ તેમાં ચમત્કારીક બચાવ થયો હતો.

થોડા સમય પહેલા બરફના તોફાનમાંથી બચાવ તથા તે પછી તાજેતરમાં પુલવામાં આતંકી હૂમલામાં ૪ર ના મોત આ અસરથી વ્યથિત થયેલી મીનાક્ષીબાએ પતિને ફરજ પર જવાની ના પાડે રાખી અને છેવટે પતિએ ફરજ પર   જવું જ પડશે તેવું લાગતા આત્મહત્યા કરી.

શનિવારના ૧૬-ર-૧૯ ના રોજ ભુપેન્દ્રસિંહ તથા મીનાક્ષીબાની મેરેજ એનિવર્સરી હતી તથા તેમના પિતા અમરસંગભાઇનો જન્મ દિવસ હતો અને જલ્સો આ દિવસે શનિવારની મોડી રાત્રે જ મીનાક્ષીબાએ ગળા ફાંસો ખાધો અને જે દિવસે દંપતિ લગ્નથી જોડાયેલું તે જ દિવસે દંપતિ વિખૂ ટું પડી ગયું...!!

જો કે મૃતક મીનાક્ષીબા તેમનાં જેઠના પુત્રને રોજની જેમ રમાડીને સુવડાવી ને તેમના રૂમમાં ગયા હતા તથા કોઇને અંદાજ પણ આવેલો નહીં કે આમ થશે...!!

એનિવર્સરીના આ રાજપૂત પરિવાર સાંજે જ રામનાથ સોસાયટીમાં તેમના મીત્ર પરિવારને ત્યાં ભોજન માટે પણ ગયા હતાં. લગ્નની તિથીના દિને દંપતિનો વિચ્છેદ થતાં ભારે શોકની લાગણી છવાઇ છે.

બનાવ અંગે ભુપેન્દ્રસિંહ અમરસંગ જેઠવાએ પોલીસને જાણ કરતા જમાદાર એમ. એમ. ગોમયાએ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)