Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ગોંડલ આશાપુરા ચોકડી દલિત આગેવાનો દ્વારા ચક્કાજામ કરાતા પોલીસે ધરપકડ કરી

કડિયા લાઈન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી દલિત સમાજનું ટોળું સૂત્રોચ્ચાર સાથે આશાપુરા જોપડીયે ઘસી ગયું હતું

ગોંડલપાટણમાં દલિત ભાનુભાઈ દ્વારા જાત જલાવી આત્મવિલોપન કરાયાની ઘટના અને આજરોજ જીગ્નેશ મેવાણીની પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના સંદર્ભે ગોંડલના કડિયા લાઈન ખટારા સ્ટેન્ડ પાસે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બહોળી સંખ્યામાં શહેર-તાલુકાના દલિત સમાજના લોકો એકઠા થયા હતા. પ્રથમ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી દલિત આગેવાન દિનેશભાઈ માધડ, અનિલભાઈ માધડ, ભીખુભાઈ બગડા, જશાભાઈ રુપાવટી, દિનેશભાઇ સોલંકી, જગદીશભાઈ રાઠોડ તેમજ મનુભાઈ સાંડપા સહિતનાઓની આગેવાની દલિત સમાજના લોકોનું ટોળું આશાપુરા ચોકડી નેશનલ હાઈવે ખાતે પહોંચ્યું હતું. જ્યાં રોષે ભરાયેલા ટોળાએ ચક્કાજામ સરજી દેતા શહેર પોલીસે 25થી 30 લોકોની ધરપકડ કરી હતી.

(2:51 pm IST)