Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ભાવનગરના તરખાટ મચાવતી તસ્કર ટોળકી ઝડપાઇ : ત્રણ ભેદ ઉકેલાયા : રૂ. ૧.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર : ભાવનગરમાં તરખાટ મચાવતી તસ્કર ટોળકીના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ ત્રણ ચોરીના ભેદ ઉકેલ નાખ્યા હતા અને રૂ. ૧.૬૭ લાખની મતાનો મુદ્દામાલ કબઝે કર્યો હતો.

પોલીસે શહેરભરને ધમરોળતી ટોળકીના મુળ એમપીના અને હાલમાં સુરત અમરોલી રોડ પર જય અંબે સોસાયટીમાં રહેતા દિનેશ ઉર્ફે છોટુ રામખલાડી યાદવ, ભાવનગરના કરદેજના જયપાલ ઉર્ફે જપો કાના ઢીલા, મુળ એમપીના અને હાલમાં જીઆઇડીસીમાં ધવલ પટેલની શેરીમાં રહેતા વિકાસ અમરનાથ મિરા, સુરત સુચીનમાં રહેતા સુરેશ ઉર્ફે સુયો અશોક ગાવડિયાને ઝપ

ડપી લીધા હતા. અને ઇન્ડિકા કાર સિક્કા ભરેલી થેલી, છ મોબાઇલ રૂ. ર૦ હજારનજી રોકડ તથા ચોરી કરવાની સાધન-સામગ્રી મળી કુલ રૂ. ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(2:16 pm IST)