Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ટંકારામાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે શિક્ષકોના ઓફીસ કામગીરીના હુકમ અંગે મામલતદારને રજૂઆત

ટંકારા, તા. ૧૮ : ટંકારામાં આગામી જિલ્લા - તાલુકા પંચાયત ચૂંટણી માટે લાગતા વળગતા શિક્ષકોના ઓફીસ કામગીરીના હુકમ કરાવી લેવાયાની ફરિયાદ ઉઠેલ છે

ટંકારા તાલુકામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો કે જે ચૂંટણી કામગીરી એ રાષ્ટ્રીય કામગીરી હોવા છતાં ચૂંટણી વખતે કામગીરીથી બચવા માટે  પોતાના નામ ઓનલાઈન એન્ટ્રીમાંથી ડીલીટ કરાવી નાખે છે .

વિધાનસભાની પેટા ચૂંટણી વખતે પણ આ શિક્ષકો એ પોતાના નામો ડીલીટ કરાવી નાખ્યા હતા. જેની ઈલેકશન કમિશનમાં ફરીયાદ થયેલ. તેની તપાસ થયેલ હતી .જેમાં નક્કી કરેલ કેટલાક શિક્ષકોના નામની એન્ટ્રી ડીલીટ થયેલ હોવાનું માલુમ પડેલ હતું

આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાને ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી કરવી ન પડે અને શિક્ષિકા તરીકે નોકરી કરતી પોતાની પત્નીઓને અને પોતાના મળતીયા શિક્ષકોના હુકમ રદ કરાવી શકે,રિઝર્વમાં રખાવી શકે એ માટે પોતાના હુકમ ઓફીસ કામગીરીના કરાવી લીધા છે.

જે શિક્ષકોના ઓફીસ કામગીરીના થયેલ છે એ પૈકી કેટલાક શિક્ષકોના નામ સી.સી.સી.કૌભાંડમાં સામેલ છે એવું શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યું   છે. કેટલાક શિક્ષક ફુવારા ઓફીસ કામગીરીના હુકમ કરાવી લેવાયા છેઃ આ અંગે મામલતદાર ને  આવેદન આપી રજૂઆત કરાયેલ છે.

(1:44 pm IST)