Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગરમાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશન : ગેરકાયદે ખડકાયેલા ૭ મકાનો તોડી પાડયા

જામનગરઃ  ગોલ્‍ડન સીટી વિસ્‍તારમાં ૪૦૦૦ ફૂટ જગ્‍યામાં અશોક સમ્રાટ રોડ પર ગેરકાયદેસર ખડકાયેલા ૭ મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્‍ટેટ શાખાના એસ્‍ટેટ અધિકારી નીતિન દિક્ષિત, રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી સહિતની ટુકડી દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્‍યું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:42 pm IST)