Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જોડિયામાં ઉપરા-ઉપરી ભૂકંપના ૩ આંચકા

બારી-દરવાજા ખખડી ગયાઃ લોકો ઘરની બહાર નીકળી ગયા

(રમેશ ટાંક દ્વારા) જોડિયા તા. ર૧: જામનગર જીલ્લાના જોડિયા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે ભૂકંપના ૩ આંચકા આવતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

આજે સવારે જોડિયામાં ૧૦-૪૦ વાગ્‍યા બાદ ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયેલ બાદ ત્રણ આંચકા અનુભવાયા હતા. જો કે થોડી સેકન્‍ડોમાં ત્રણ આંચકા અનુભવ્‍યા હતા જેમાં ત્રીજા આંચકાની ત્રીવ્રતા વધુ હતી અને બારી-દરવાજા ખખડી ગયા હતા. જેના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

(1:38 pm IST)