Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જુનાગઢ પાસે છકડો રિક્ષા હડફેટે પ્રૌઢનું મૃત્‍યુ

દરગાહની દાનપેટીમાંથી પ૦૦ની ચોરી

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૮ : જુનાગઢ પાસે છકડો રિક્ષા હડફેટમાં લઇ પ્રૌઢનું મૃત્‍યુ નીપજાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢમાં સકકરબાગ પાસે રહેતા મોહનભાઇ કલાલના પિતા નાગજીભાઇ બુધાભાઇ (ઉ.વ.પ૦)ને વહેલી સવારે જુનાગઢ તાલુકાના વડાલ ગામ નજીક જીજે૦૧-વાય. ૩૬૦૩ નંબરની છકડો રીક્ષાના ચાલકે હડફેટમાં લીધા હતા.

જેમાં નાગજીભાઇનું ગંભીર  ઇજા થવાથી મૃત્‍યુ થતાં તાલુકાનાં વુમન  હેડ કોન્‍સ્‍ટેબલ આર.એ.બારીયાએ તપાસ હાથ ધરી છે.

ચોરી

જુનાગઢમાં જુલાયવાડા પાસે આવેલ સુઆલેપીર બાપુની દરગાહની બહારના ભાગે શહેર દાનપેટીમાંથી તસ્‍કરો રૂા.પ૦૦ની રોકડ રકમ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ થતાં આર.જી. મહેતાએ તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)