Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ભાવનગર એલસીબી સ્ટાફ પર મહિલાઓ સહિતના ટોળાએ કર્યો હુમલો : પાંચ પોલીસકર્મીઓ ઘાયલ

તળાજાના રાળગોન ગામે નાસતા ફરતા આરોપીની ધરપકડ માટે એલસીબી સ્ટાફ ગયો હતો

ભાવનગર એલસીબી સ્ટાફ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. તળાજા તાલુકાના રાળગોન ગામે નાસતા ફરતા આરોપીની ધરપકડ માટે એલસીબી સ્ટાફ ગયો હતો. ત્યારે હુમલો કરાયો હતો. હુમલામાં એલસીબીના પાંચ જવાનો ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો છે.

(9:41 pm IST)