Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જૂનાગઢમાં માલધારી અને રબારી સમાજના લોકો ઉમટ્યા સાંસદ રમેશ મેશ ધડુક પણ પહોંચ્યા : સમજાવટના પ્રયાસો

સાંસદ રમેશ ધડુકે રબારી સમાજ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો

જૂનાગઢમાં માલધારી અને રબારી સમાજના લોકો ઉમટ્યા છે  જિલ્લામાં માલધારી સમાજના આધેડે આપઘાત કરતા મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જૂનાગઢ આવી રહ્યા છે. અને આપઘાત કરવા પાછળનું કારણ એ હતું કે તેમના પુત્રો સાથે એલ.આર.ડીની પરિક્ષામાં આન્યાય થયો હતો.

પોરબંદર સાંસદ રમેશ ધડુક પણ જુનાગઢ આવી પહોંચ્યા છે. સાંસદ રમેશ ધડુકે રબારી સમાજ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. આંદોલનનો અંત આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. રબારી સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને વહેલી તકે આંદોલન સમેટી લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

(2:05 pm IST)