Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મહિલાઓને આંત્રપ્રિન્યોર ક્ષેત્રે પ્રેરણા આપવા માટે 'સ્ત્રીત્વ કલબ'નો પાયો નખાયો

નવાગઢ તા ૧૮:  ઘણી એવી મહિલાઓ છે કે જેઓ પોતાના દમ પર આગળ વધવા માગે છે અને પોતાનું અને પરીવાર તેમજ સમાજનું નામ રોશન કરવા માંગે છે. વિમેન્સમાં ઘણું ટેલેન્ટ છુપાએલું છે પરંતુ તેમના આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ક્યારે નથી મળતું. આજના સમયમાં મહિલાઓ પુરુષથી કદમથી કદમ મળાવીને ચાલે છે. આવી મહિલાઓ માટે અમદાવાદમાં હવે 'સ્ત્રીત્વ' નામક એક અનોખી કલબની શરૂઆત કરવામાં આવી છે, જે બિઝનેસ વીમેન માટે કાર્યરત છે. આવા ઉમદા ટેલેન્ટ માટે અમદાવાદ શહેરમાં ફાલ્ગુન ઠક્કરે સ્ત્રીત્વ કલબનો પાયો નાખ્યો છે. જેનું ઉદઘાટન ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડર ફાલ્ગુન ઠક્કરે, કોન્સેપતુંલાઇઝર અને કો. ફોઉન્ડર  વિઝન રાવલ, કન્વીનર અને સ્પોક પરસન આરતી પટેલ તથા અમદાવાદ, મુંબઈ જેવા શેહેરોના આંત્રપ્રિન્યોર ક્ષેત્રે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ ઉપક્રમે મુખ્ય અતિથિ પેનલ અંતર્ગત આચાર્ય ડો રામેશ્વરદાસ હરિયાની બાપુ, એચ કે કોમર્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય અને કોર્પોરેટ ટ્રેનર ડો. ગોપાલ ભટ્ટ , મુંબઈના ફિટનેસ આઇકોન ટ્વિંકલ સ્ટાર, આઇડલ ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક આશા મંડપા, એકટ્રેસ કોમલ ઠક્કર હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગીતકાર  તુષાર શુકલ દ્વારા પાઠવાયેલો સંદેશો પણ ત્યાં પ્લે કરવામાં આવ્યો હતો

આ કલબનું કાર્ય બિઝનેસ માટે જરૂરી ફાયનાન્સયલ સપોર્ટ કરવો, બિઝનેસ ડેવલપમેન્ટ માટે જરૂરી તકો પૂરી પાડવી, બિઝનેસ આન્ત્રપ્રેન્યૌર દ્વારા મોટીવેશનલ સેશનનું આયોજન કરવું, મહિલાઓને સોશ્યલી પ્રવૃત્તિઓ માટે પણ પ્રેરણા પૂરી પાડવી વગેરે જેવી અનેક કામગીરી હાથ ધરવામાં આવશે.

ત્યારે આ બાબતને ધ્યાને લેતા ઉદઘાટન સાથે વિમેન્સ માટે મોટીવેશનલ સેશનનું આયોજન મેરીયોટ હોટલ આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટીવેશનલ સ્પીકર તરીકે માસ્ટરમાઈન્ડ સુરત તરફથી અસલમ ચારણીયા હાજર રહ્યા હતા. અસલમ ચારણીયા કે જેઓ કૉર્પોરેટ અને એસેએમઈ ટ્રેઈનર છે. જેમને ચાર્મ્સ એન્ડ ચેલેન્જીસ ઓફ વિમેન આંત્રપ્રિન્યોર પર જરૂરી વાત શેર કરી હતી.

બિઝનેસ વીમેન માટેની એકસકલુઝિવ કલબ 'સ્ત્રીત્વ'નો ઉદભવ જેમના દિમાગની ઉપજ છે તેવા 'સ્ત્રીત્વ' કલબના ફાઉન્ડર શ્રી ફાલ્ગુન ઠક્કરનું માનવું છે કે, 'સ્ત્રી' એ અનેક તત્વોથી ભરેલી છે – દયા, આત્મવિશ્વાસ, મદદરૂપ થવાની ભાવના, સ્વતંત્ર, આદર, ધીરજ, ગંભીર, સશકત, વફાદાર, નિષ્ઠા, બૌદ્ધિકતા. દૈનિક જીવનમાં તો આપણે 'સ્ત્રી' ના આ તમામ તત્વોને અનુભવીએ છીએ, પણ આ જ તત્વોને 'સ્ત્રી' બિઝનેસમાં અજમાવે તો બિઝનેસમાં પણ તેનો ગ્રોથ શક્ય છે. આથી મહિલાઓ માટે એક એવા પ્લેટફોર્મની જરૂર હતી જે તેમને જરૂરી પ્લેટફોર્મ પૂરુ પાડે અને એ જ આશયથી 'સ્ત્રીત્વ' ની શરૂઆત કરવામાં આવી છે. હાલ ઘણી બિઝનેસ કરતી મહિલાઓ આ કલબમાં જોડાઇ ચૂકી છે.

આ કાર્યક્રમના આયોજન માં સપોર્ટર તરીકે જયશીલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સુનીતાબેન ઠક્કર, મીડિયા વેલ્ફેર ટ્રસ્ટના અંકિત હિંગુ, બ્રાન્ડિંગ પાર્ટનર બ્રાન્ડપાપા, સૂર્યાબેન જસુભાઈ ઠક્કર મેમોરિયલ ફાઉન્ડેશના દિનેશ ભાઈ તથા પરેશ ભાઈ ઠકકર તથા ફોકસ ફલિટ સિક્યોરિટીઝ જોડાયા હતા..

બિઝનેસ વિમેન માટેની એક અનોખી કલબ 'સ્ત્રીત્વ 'માટે  તમે ૯૪૨૮૪-૧૨૪૨૪ પર રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો.

વધુ માહિતી માટે આપ સ્ત્રીત્વની વેબસાઈટ www.StreeTva.com જોઈ શકો છો.

(1:10 pm IST)