Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જુનાગઢના યુવાનનુ ઇનોવામાં અપહરણ કરી બળજબરીથી મોબાઇલ રોકડ પડાવી લીધી

ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા.૧૮ : જુનાગઢના યુવાનનું ચાર શખ્સોએ ઇનોવામાં અપહરણ કરી અને માર મારી મોબાઇલ તથા રૂ.૩૦૦૦ની રોકડ પડાવી લીધી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા દરજી મયંક ભરતભાઇ હીંગુ (ઉ.૩૩) તા.૧૬ની રાત્રે ૯-૩૦ ના અરસામાં જવાહર રોડ ખાતેની દુકાને હતા.

ત્યારે ૯૦૧૬૪ ૩૭૦૪૯ નંબરનો મોબાઇલ દ્વારા ઇસમ અને ત્રણ અજાણ્યા શખ્સો મયંકની દુકાને આવી તેની ઇનોવાકારમાં અપહરણ કરી ગયા હતા અને લાકડીથી માર મારીને તેની પાસેથી મોબાઇલ ફોન અને રૂ.૩૦૦૦ ની રોકડ બળજબરીથી પડાવી લઇને નાસી ગયા હતા.

બનાવ અંગે પીએસઆઇ પી.જે. રામાણી તપાસ ચલાવી રહી છે.

(1:05 pm IST)