Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પોરબંદરમાં કાલે શિક્ષણની ગુણવત્તા સુધારણા અંગે રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ

વિવિધ રાજ્યોના નિષ્ણાતો શોધપત્રો રજૂ કરીને વિચારોની આપ-લે કરશે : ડો. ગોઢાણિયા એન્જીનિયરીંગ કોલેજમાં કાલે સવારે રજીસ્ટ્રેશન

પોરબંદર તા. ૧૮ : 'રોલ ઓફ હાયર એજ્યુકેશન ઇન સસ્ટેઇનેબલ ડેવલેપમેન્ટ ઇન ઇન્ડિયા' વિષય સંદર્ભે ડો. ગોઢાણીયા એન્જીનિયરીંગ કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ કોન્ફરન્સ આવતીકાલે યોજાશે. ગુજરાત સહિત દેશના જુદા-જુદા રાજ્યોના ૧૦૦ જેટલા નિષ્ણાંતો જુદા-જુદા વિષયો પર શોધપત્રો રજૂ કરશે.

શિક્ષણ, શિસ્ત અને સંસ્કારનું ઘડતર કરતી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ન્યુ એરપોર્ટ રાજકોટ નેશનલ હાઇવે પર પોલીસ ફીલ્સ રોડ પર આવેલ ડો. વી.આર.ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે તા. ૧૯ને રવિવારે સવારે ૯.૩૦ના રોજ 'રોલ ઓફ હાયર એજ્યુકેશન ઇન સસ્ટેઇનેબલ ડેવલેપમેન્ટ ઇન ઇન્ડિયા' વિષય સંદર્ભે એકદિવસીય પ્રથમ વખત રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૦૦ જેટલા દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતના નિષ્ણાંતો ઉપસ્થિત રહીને જુદા - જુદા વિષયો પર પોતાના સંશોધન શોધપત્રો પ્રસ્તુત કરશે.

અમદાવાદની જાણીતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો. નવીન શાહ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમી યુ. ઉપાધ્યાય, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ (જીટીઇપી) લંડનના ડાયરેકટર શીતલ નાગોરી, દર્શન ઇન્સ્ટીયુટ ઓફ એન્જીનિયરીંગ ધમસાણીયા, વોટ આફટર સ્ટાન્ડર્ડ ધો. ૧૨ના લેખક ડો. મનીષ દોશી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને સંશોધનાત્મક અભ્યાસપૂર્ણ માર્ગદર્શન આપશે.

ડો. ગોઢાણીયા એન્જીનિયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. સંજય અગલ તથા માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના ચેરમેન ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, ટ્રસ્ટી શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી મધુસુદનભાઇ મહેતા અને વર્કીંગ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગકારો અને અધ્યાપકો બધા સાથે બેસીને વિચારોની આપ-લે કરી નવા વિચારો પોતે મેળવીને અન્ેજીનિયરીંગ ક્ષેત્રે વિનિયોગની

(11:44 am IST)