Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઇનોવેશન ફેસ્ટીવલમાં

ગણિત વિષયને નાવિન્ય બક્ષી રસપ્રદ બનાવના શિક્ષક એરડા

 ધોરાજી તા.૧૮ : ઉપલેટાની દેસાઇ પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક વિપુલભાઇ એરડાએ રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા યોજાયેલા જિલ્લા કક્ષાના ટીચર ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૯-૨૦૨૦માં પોતાનો નવતર પ્રયોગ વેસ્ટ ઇઝ બેસ્ટ ફોર ટીચીંગ એન્ડ લર્નીગ ઇન મેથ્સ રજૂ કર્યો હતો આ નવતર પ્રયોગમાં રડી અને ૩ડી ઘન આકારોના પ્રત્યક્ષીકરણ પધ્ધતિથી ગણિત રસપ્રદ બનાવવાનો તદન નવીન અભિગમ રજૂ કર્યો હતો.ડાયેટના અધ્યાપકો, જિ.પ્રા.શિક્ષણ અધિકારી અને ઇનોવેશન ફેસ્ટીવલમાં ઉપસ્થિત શિક્ષકોએ વિપુલભાઇના નાવીન્યને વધાવી લીધુ હતુ દેસાઇ પ્રા.શાળાના આચાર્ય ભીનીબેન સોલંકી અને સ્ટાફે શિક્ષકનું સન્માન કરેલ હતુ.

(11:41 am IST)