Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સોશ્યલ મિડીયામાં બિભત્સ ફોટા અપલોડ કરનાર ઉનાનો હેકર મોઝીમ ઝડપાયો

જૂનાગઢ સાયબર સેલની ટીમને સફળતા

જૂનાગઢ તા.૧૮: સોશ્યલ મિડિયામાં બિભત્સ ફોટા અપલોડ કરનાર યુવાન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધતા જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલે આ દ્વારકામાં ઉનાના હેકરને ઝડપી લીધો છે.

આ અંગેની વિગતો મુજબ જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબની સુચના મુજબ વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા તેમજ બનેલ સાયબર ક્રાઇમના બનાવોની ઉંડાણપૂર્વક તપાસ કરી ડીટેકટ થાય તે માટે રેન્જ સાયબર ક્રાઇમ સેલને સુચના કરેલ.

જુનાગઢ રેન્જના ગીર સોમનાથ જીલ્લાના દરમિયાન ઉના પો.સ્ટે.ની અરજી અન્વયે અરજદાર સમીર વજીરભાઇ કુરેશી, રે.ઉના વાળાને કોઇએ તેને બદનામ કરવાના હેતુથી તેનુ ફેસબુક એકાઉન્ટ તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી તેનો પ્રોફાઇલ ફોટો બદલાવી બિભસ્ત ફોટા અપલોડ કરેલ તેમજ તેના ફેન્ડ લીસ્ટમાંથી તેના સગા-વ્હાલાઓને મેસેન્જરથી ખરાબ મેસેજ કરેલ જે બાબતે અરજદારએ ઉના પો.સ્ટે.માં કાયદેસર કરવા અરજી આપેલ જે બાબત સાયબર સેલની ટીમ દ્વારા તમામ ટેકનીકલ એનાલીસીસ કરી આ ફેસબુક તથા ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરનાર મોઝીમ યુનુસભાઇ મુજાવર, ઉ.વ.૨૭(રહે. હજરતશાપીર દરગાહ, મહેતા હોસ્પીટલ પાસે, ઉના જી.ગીરસોમનાથ)ને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા ઉના પો.સ્ટેને જાણ કરેલ છે.

ઉપરોકત કામગીરીમાં ઇચા.પો.ઇન્સ. કે.એમ.મોરી, તથા પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા, રે.ઓ., એન.એ.જોષી, પો.હેડ કોન્સ. પી.બી.ચાવડા તથા પો.કોન્સ. ભુમીતભાઇ હરેશભાઇ વિભાણી, મયુરભાઇ રતીલાલ અગ્રાવત, તથા અરવિંદભાઇ રસીકભાઇ વાવેચા વગેરે જોડાયા હતા.

(3:36 pm IST)