Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

શેત્રુંજી ડેમમાં પાણી નહિ ઠલવાય તો આંદોલન

તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારીયાની ચિમકી : વીજ કનેકશન આપવાનું બાકી હોય તેવા બહાના બતાવાય છે : આ મહિનાના અંત સુધીમાં પાણી નહિ મળે તો જોયા જેવી

ભાવનગર તા. ૧૮ : શેત્રુંજી ડેમમાં પાણી સૌની યોજના હેઠળ નાખી શકાય તેમ જોડાણ થઈ ગયેલ છે. તેમ છતાંય વડાપ્રધાન સમયની જોવાતી રાહના કારણે ઠાલવવામાં આવતું નથી. બહાનુ વીજ કનેકશન આપવાનું આપવામાં આવે છે. જો જાન્યૂઆરીના અંત સુધીમાં શેત્રુંજી ડેમમાં પાણી ઠાલવી ખેડૂતો ને આપવામાં નહિ આવેતો સરકાર વિરુદ્ઘ આંદોલન ના મંડાણ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી તળાજા ના ધારાસભ્યશ્રીએ આપી છે.

કોંગ્રેસ પક્ષના તળાજા મતક્ષેત્રના ધારાસભ્ય કનુભાઈ બારીયાના જણાવ્યા પ્રમાણે સૌની યોજના હેઠળ રાજય સરકાર દ્વારા જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી ઠાલવવા માટે જાણી જોઈ ને વિલંબ કરવામાં આવી રહ્યો છે. સરકારને ખેડૂતોની પડી નથી. તેમને તો નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ ની તારીખ આપે તેની પડી છે તેવો કટાક્ષ કરતા જણાવ્યૂ હતું કે યોજના હેઠળ ની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેના કારણે એક માસ પહેલા રાજય સરકારને શેત્રુજી ડેમમાં પાણી ઠાલવી ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમ છતાંય કામમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. પૂછવામાં આવતા તંત્ર વીજ કનેકશન આપવાનું બાકી હોવાનું બહાનું કાઢે છે.

આથી ચાલુ માસ ના અંત સુધીમાં શેત્રુજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવી ખેડૂતોને આપવામાં નહિ આવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, ખેડૂતોનો સહકાર લઈને સરકાર વિરુદ્ઘ આંદોલનના મંડાણ કરવામાં આવશે. વિવિધ પ્રકારના આશ્યર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. ખેડૂતો નેપંદર દિવસની અંદર સિંચાઈનું પાણી નહિઙ્ગ મળેતો મોટું નુકસાન જશે નું કનુભાઈ બારીયાએ અંતમાં જણાવ્યૂ હતું.(૨૧.૧૧)

 

(11:54 am IST)