Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સૌરાષ્ટ્રમાં આજે પણ અનેક સ્થળે ધુમ્મસઃ ઠંડી ઘટી

જૂનાગઢ-જામનગર-પોરબંદર-ડીસા-નલીયા-અમરેલી-ભાવનગર-સુરેન્દ્રનગર સહિતનાં શહેરોમાં ૧ર થી ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: ભેજ પ૦ ટકાથી વધુ નોંધાતા ઝાકળ વર્ષા

રાજકોટ તા. ૧૮ :.. સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને ધુમ્મસનું આક્રમણ રહ્યુ હતું જેના અહેવાલોને સંકલન આ મુજબ છે.

ગીરનાર ઉપર ૭.૫ ડિગ્રી ઠંડી

 જુનાગઢ  : આજે ગિરનાર ખાતે ૭.૫ ડિગ્રી અને જુનાગઢમાં ૧૨.૦ ડિગ્રી ઠંડી રહી હતી.

આજે જુનાગઢમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતા ૧૨.પ ડીગ્રી ગુલાબી ઠંડી  અનુભવાઇ હતી

જો કે ગીરનાર પર્વત ઉપર ૭.૫ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહેતા રાબેતા મુજબ આજે પણ ધુમ્મસનું આક્રમણ રહયુ હતું જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિ.મી.ની રહી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોમાં સવારે ૮.૩૦ વાગ્યે રાજયનાં હવામાન વિભાગે નોંધેલા લઘુતમ તાપમાનનાં આંકડાઓ આ બુજ છે. પોરબંદર ૧૩ ડીગ્રી, જામનગર ૧૩ ડીગ્રી, ડીસા ૧૪ ડીગ્રી, રાજકોટ ૧૯ ડીગ્રી, ભાવનગર ૧પ ડીગ્રી, દ્વારકા ૧૯ ડીગ્રી, ભુજ ૧પ ડીગ્રી, નલીય ૧૩ ડીગ્રી, સુરેન્દ્રનગર ૧૮ ડીગ્રી, અમરેલી ૧૪ ડીગ્રી, ગાંધીનગર ૧પ ડીગ્રી અને ડીસામાં ૧૪ ડીગ્રી ત્થા દિવમાં ૧૮ ડીગ્રી લઘુતમ તાપમાન  નોંધાયું હતું.

(11:44 am IST)