Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મારકૂટ-ભરણપોષણ અંગે પરિણીતાએ કરેલ અરજીને રદ કરતી ટંકારા કોર્ટ

ટંકારા, તા.૧૮: ટંકારાની પરિણીતાએ તેના પતિ તેમજ સાસુ અને સસરા વિરુદ્ઘ ઘરેલું હિંસા અને મારકૂટ અંગે કરેલી અરજી અંગે આજે ટંકારા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજદાર પક્ષ ઘરેલું હિંસા પુરવાર કરી ના સકતા ભરણપોષણ અરજી કોર્ટે નામંજૂર કરી છે.

બનાવની મળતી માહિતી મુજબ રીટાબેન અમરશીભાઈ ભોરણીયા રહે નેકનામ તા. ટંકારા વાળી પરિણીતાએ તેના પતિ રવિ અણદા ભોજાણી, સાસુ કંચનબેન ભોજાણી અને સસરા અણદા લાલજીભાઈ ભોજાણી રહે મોરબી વાળા વિરુદ્ઘ ઘરેલું હિંસા અને મારકૂટ અંગે અરજી કરી હતી અને ભરણપોષણની માંગ કરી હતી જેમાં પરિણીતાના જણાવ્યા અનુસાર સરખું જમવા ના આપી ખુબ કામકાજ કરાવતા હતા તેમજ અનેક વખત મારકૂટ કરતા હોય અને ગત તા. ૨૦-૦૫-૧૬ ના રોજ મારકૂટ કરી દ્યરેથી કાઢી મૂકી હોય જેથી ભરણપોષણ અંગે અરજી કરી હતી જોકે અરજદાર પક્ષે મારકૂટ અને દ્યરેલું હિંસા પુરવાર કરી શકયા ના હતા આરોપી તરફેના વકીલ મોરબીના ધારાશાસ્ત્રી આર એ પટેલે કરેલી દલીલોને કોર્ટે ધ્યાને લઈને પરિણીતાની અરજી નામંજૂર કરી છે તેમજ પતિની આવક અંગે ખોટી માહિતી આપી હોય અને અરજદારે જણાવેલી આવક ના હોય ભરણપોષણ અંગેની અરજી માન્ય ના રાખવા કરેલી દલીલોને ધ્યાને લઈને ટંકારા જયું મેજી ફર્સ્ટ કલાસ કોર્ટ જજ નીરજકુમાર યાદવે અરજદારની અરજી નામંજૂર કરી છે અને ઘરેલું હિંસા તેમજ ભરણપોષણ અંગેના કેસમાં પતિ સહિતના સાસરિયાઓને રાહત મળી છે.

 

(11:43 am IST)