Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

રવિપાક માટે પોતાના વિસ્તારના ખેડૂતો માટે ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગમાં જાતે પૈસા ભર્યા :ચૂંટાયા બાદ પ્રતિવર્ષનો સિલસિલો જાળવી રાખ્યો : માત્ર નિવેદનો કરવાને બદલે ખરા અર્થમાં ખેડૂતોની વહારે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: આજરોજ ભાદર-2 ડેમ માંથી સિંચાઈ માટે રાણાવાવ કુતિયાણા ના વિસ્તારના ખેડૂતોને પિયતના પાણી છોડવામાં આવ્યું હતું આજરોજ ભાદર ડેમમાંથી ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા

પોરબંદર તાલુકા ના રાણાવાવ કુતિયાણા માં દર વર્ષે રવિ સીઝન માં ખેડૂતો ને પિયત માટે ખાસ મુશ્કેલી અનુભવે છે ત્યારે કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આ આ ખેડૂતો ને ભાદર 2 ડેમ માંથી પિયત ના પાણી માટે ખાસ વ્યવસ્થા કરવા માં આવે છે, ધારાસભ્ય કાંધલ દ્વારા ચૂંટણી સમયે ખેડૂતો ને પિયત માટે જે ખર્ચો થયા તે આપવા માટે કહેલ હતું, અને ચૂંટાયા પછી ધારાસભ્ય દ્વારા દર વર્ષે કુતિયાણા રાણાવાવ વિસ્તાર માં પિયત ના પાણી માટે જે વ્યવસ્થા કરવા ની હોય અને તેના માટે જે સરકાર માં પૈસા ભરવા ના હોય તે ધારાસભ્ય કાંધલ જાડેજા દવારા ભરવા માં આવે છે, આ વર્ષે પણ કાંધલ જાડેજા દ્વારા ધોરાજી માં આવેલ ભાદર 2 ડેમ ની સિંચાઈ ની ઓફિસે તેના ખાસ અંગત વ્યક્તિ ઓ દ્વારા આવી ને કુતિયાણા રાણાવાવ વિસ્તાર ના ખેડૂતો ને આપવા માં થતા પિયત ના પાણી માટે જે સરકાર ને પૈસા ચૂકવા ના હોય તે ભરવા માં આવ્યા હતા, 4 લાખ અને 20 હાજર જેટલા રૂપિયા ધારાસભ્ય એ પોતના સ્વ ખર્ચે ભરેલ હતા,

 ભાદર 2 ડેમ માંથી આજરોજ રવિ સીઝન માટે પાણી છોડવા માં આવેલ , ભાદર 2 ડેમ માંથી પાણી છોડતા ભાદર નદી ના કાંઠા વિસ્તાર ના કુતિયાણા, રાણાવાવ, સહિતના ખેડૂતો ને લાભ થશે અને અંદાજિત 150 ગામો ની 15000 વીઘા ખેતી ની જમીન ને આ પાણી નો લાભ, જેન લઇ ને ખેડૂતો ને રવિ સીઝન ઉપરાંત પણ ખેતી ના પાકો માં લાભ મળશે જેમાં ચણા , તાલ, મગફળી, ઘઉં જેવા પાકો ને ભરપૂર ફાયદો થશે

ધોરાજી ભાદર 2 ડેમ ના સિંચાઈ અધિકારીએ જણાવેલ કે આજરોજ ભાદર 2 ડેમ ના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે અને 16948 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે કુતિયાણા રાણાવાવ સહિતના ઘેડ પંથકના ૧૫૦ જેટલા ગામોને પિયત પાણીનો લાભ મળશે જે અંગે નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને આજથી જ આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક સિંચાઈ માટે લાભ મળશે

તસવીર કિશોરભાઈ રાઠોડ

(5:59 pm IST)