Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

રાજ્યમાં ઘણા જીલ્લામાં લોકો ભૂખમરાનો સામનો કરે છે

ચોટીલા,તા. ૧૭: ચોટીલાનાં ધારાસભ્યએ સીએમને પત્ર દ્વારા વર્તમાન સમયમાં રાજયનાં ઘણા જીલ્લામાં લોકો ભૂખમરાનો સામનો કરતા હોવાનું અને અન્ન સુરક્ષા કાયદાની અનિયમિતતાની સાથે ખાઘની સાર્વભૌમત્વની સ્થિતિનો ચિતાર વ્યકત કરી ઘટતુ કરવા માટે રજૂઆત કરી છે.

ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને જણાવ્યું છે કે મહામારીમાંથી વિશ્વ પસાર થઇ રહયુ છે. અન્ય રાજયોની સરખામણીમાં આપણે કોરોના સંક્રામણ વધારે છે. લોકડાઉન હટાવ્યા બાદ અને હાલની સ્થિતિએ ઘણાં જિલ્લાઓ એવા છે કે,લોકો ભૂખમરાનો સામનો કરી રહેલ છે અને ગરીબ પરિવારો સ્થળાંતર કરી શ્રમીકો તથા છૂટક મજૂરી કામ ઉપર નભતા કુટુંબો અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રાપ્ત થતા સરકારી અનાજના પુરવઠા આધારે જીવી રહેલ છે તેમાં પણ અનિયમિતતાના હિસાબે લોકો હાડમારીનો સામનો કરે છે.

લાંબા ગાળાના લોકડાઉન બાદ હાલ શ્રમીકોને તેઓનું જીવનનિર્વાહ ચાલે તેટલું કામ અને વેતન મળતુ નથી તથા શ્રમિકો દ્વારા પણ તથા શ્રમિક સંગઠન દ્વારા બેરોજગાર ભથ્થાની પણ સરકાર સમક્ષ માંગણી કરેલ છે. તેમ છતાં રાજયના ઉઘોગ - ધંધાઓ અને મોટા વ્યવસાયો શ્રમિકો ઉપર નિર્ભર હોવા છતાં પણ સરકાર દ્વારા શ્રમિકોની સતત ઉપેક્ષા છાવરવામાં આવી રહેલ હોવાનું જણાય છે.

અનેક મુદ્દાઓ ની વિગત જણાવી અન્ન સુરક્ષા અધિકાર હેઠળ જરૂરી પુરવઠો પૂરો પાડવામાં આવે અને શ્રમિકોને ઉગારવામાં આવે તેવી સરકારને વિનંતી કરી છે .

પત્રમાં વિશેષ અન્ન સુરક્ષા અધિકાર ની જાહેર વિતરણ વ્યવસ્થાનું સાર્વત્રિકરણ કરવા, મહામારી અને આપદાના સમયમાં અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશમાં અન્ન ઉપલબ્ધતાને જોતાં સાર્વત્રિકરણ માટે રાજય પાસે પુરતો જથ્થો છે જ તો તે અમલી બનાવવા, મહામારીમાં PMGKY હેઠળ પાંચ કિલો ધાન્યમાં સુધારણા કરી દરેક વ્યકિતને આવતા છ મહિના ૧૦ કિલો ધાન્ય , ૧.૫ કિલો કઠોળ અને ૮૦૦ ગ્રામ રસોઇ તેલપુરું પાડવા, સ્થળાંતરીત પરિવારોને કાર્યસ્થળ ઇંધણ માટે કેરોસીન મળે,આવા સમુદાયના રાશનકાર્ડ વિહોણાને અન બ્રહ્મ યોજના અંતર્ગત સ્થાનિક તંત્ર દ્વારા સમાવેશ કરી જે તે વિસ્તારની પી.ડી.એસ.દુકાનેથી અનાજ મળે, શ્રમિકોના કાર્યસ્થળ કે તેની વસાહતો નજીક કોમ્યુનિટી કિચન - સામુદાયિક રસોડા શરૂ કરી પોષાય તેવા પૌષ્ટિક ભોજન અને સ્વાયત રીતે રસોઇ બનાવી શકે તેવી વ્યવસ્થા સંચાલિત કરવા જણાવ્યું છે.

તેમજ ઘણા રેશનકાર્ડને સાયલન્ટ બનાવવામાં આવ્યા છે . સરકારે પરિવારોને કોઈ જાણ કે તેના કારણોની સચોટ માહિતી આપેલ નથી.આવા પરિવારોમાં એક મહિલા,વિકલાંગ, વૃધ્ધ અને અશકત સભ્યો પણ છે. તેઓને AAY કે NFSA હેઠળ આવરી લેવા હાલ જે કવાયત ચાલે છે તે ખૂબ જ લાંબી અને સમય લેનાર અને ખર્ચાળ છે.પ્રક્રિયા સરળ બનાવવા, મહામારીમાં નવા આધારકાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરેલ નથી, આધારકાર્ડ વિના અન્નના અધિકારથી વંચિત રાખવું તે નિતીથી વિરુધ્ધ હોવા છતાં આ ઉલ્લંઘનને સુધારવામાં આવેલ નથી.

તાલુકા કક્ષાએ તાત્કાલિક આ પ્રક્રિયા ફરી શરૂ કરી AAY અને NFSA કાર્ડ બનાવવામાં આવે, સ્થળાંતરીતો , ખુલ્લામાં રહેતા શ્રમિકો માટે રહેણાંકના સ્થાને સાંજના સમયે મોબાઇલ વાન થકી રાશન અને ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવા, સ્થળાંતરિત પરિવારોનો સર્વે કરી આવશ્યકતા અનુસાર માતા અને બાળકોને પુરક પોષક આહાર માટે મીની આંગણવાડી શરૂ કરવા,વૃધ્ધ લોકો , વિધવા/એકલ મહિલાઓ અને વિકલાંગ વ્યકિતઓ માટે સામાજિક સુરક્ષા પેન્શન દર મહિને ઓછામાં ઓછી લઘુત્ત્।મ વેતનના પચાસ ટકા પણ બે હજાર થી ઓછું નહીં આપવાની વાત સાથે સંવેદના સભર પત્ર લખી મુખ્ય મંત્રીના માધ્યમથી સંબંધિત વિભાગો દ્વારા ગરીબ પરિવારોના હિતમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

(11:39 am IST)