Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ભાવનગરમાં પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા સુવર્ણ જયંતિ વિજય દિવસ

ભાવનગર : પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર દ્વારા સુવર્ણ જયંતિ વિજય દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  ભારતીય ગણ રાજયમાં જલ, થલ અને નભ સેનાના વિર જવાન દ્વારા ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં અદમ્ય સાહસ, પરાક્રમ અને વિરતાને બિરદાવવા માટે પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર દ્વારા સુવર્ણ જયંતિ વિજય દિવસ સમારોહમાં પરેડ, તેમજ સેનાના વિર જવાનો અદમ્ય સાહસને બિરદાવવામાં આવેલ તેમજ જવાનોનાં પરાક્રમની વિરગાથાનુંગાન સ્વરૂપ યાદ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. રમજુબાપુ, સેવા નિવૃત કર્નલ એન. અ ેલ. ગૌતમ, કર્નલ અમૃત મકવાણા, લેફટીનેન્ટ ડો. જે.બી. ગોહિલ ભરતસિંહ ગોહિલ, રવિરાજસિંહ સરવૈયા, કુલદિપસિંહ ગોહિલ, હરેશભાઇ પરમાર, સુરસિંહ ભકતુભા સરવૈયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)