Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ગોંડલના વાસાવડના વેપારી સાથે ૭ લાખની છેતરપીંડીઃ અલ્તાફ સામે ગુન્હો

રાજકોટ તા. ૧૭ : ગોંડલના વાસાવડ ગામના વેપારી સાથે વિરમગામ પંથકના શખ્સે ૭ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ય વિગતો મુજબ વાસાવડ ગામે રહેતા નદીમભાઇ ગફારભાઇ સાકરીયાએ અલ્તાફ હબીબભાઇ સીદાણી રે. કોયલા તા.વિરમગામ સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી સાથે ૧૬ લાખ રૂ.માં ૮ લાખ ઓન (માછલીના બચ્ચા) કિલો આપવાની વાત કરી ૧ લાખ માછલીના બચ્ચા કિ.૧.પ૦ લાખન આપ્યા હતા તથા માછલીના ચારા પેટે કંઇ ન આપી આ પેટે ફરીયાદી પાસેથી આર.ટી.જી.એસની રૂ. ૭ લાખ અને આઇ.એમ.પી. એસ. મારફતે રૂ. ૧ લાખ તથા પ૦ હજાર રોકડા લઇ તે પેટે માત્ર ૧.પ૦ લાખનો માલ આપી રૂ. ૭ લાખ પરત નહિ આપી કે તે પેટે કોઇ માલ નહિ આપી છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે અલ્તાફ સીદાણી સામે આઇ.પીસીકમલ ૪૦૬ તથા ૪ર૦ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ એ.એસ.આઇ. એમ. આર. સિંધવ ચલાવી રહ્યા છે.

(11:36 am IST)