Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ધોરાજી તાલુકાના હરિહરસિંહ વાઘેલાને 'શાળા બંધ છે શિક્ષણ નહી'ના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરતા શિક્ષણ અધિકારી રાણપુર દ્વારા સન્માન

(કિશોર રાઠોડ દ્વાર) ધોરાજી તા.૧૭ : ધોરાજી તાલુકાના ભાડેર ગામના વતની અને હાલમાં એસ કે જોબાળીયા માધ્યમિક શાળા રાણપુર તા.બોટાદ ના આચાર્ય હરિહરસિંહ બળવંતસિંહ વાદ્યેલા  મહામારી ના સમયમાં શાળા બંધ છે શિક્ષણ નહીં ના સૂત્ર અને સાચા અર્થમાં સાર્થક કરવા માટે બાળકોને નિયમિત ઓનલાઇન કલાસ દ્વારા નવી શૈક્ષણિક પ્રવૃતિઓ મારફત શિક્ષણ આપીને આ શિક્ષણરૂપી મહાયજ્ઞમાં અથાગ પ્રયત્નો થકી આહુતિ આપતાં શ્રેષ્ઠ કાર્ય કર્યું તે બદલ તાલુકા શિક્ષણ અધિકારી રાણપુર દ્વારા ૨૦૨૦/ ૨૧ ના પ્રથમ સત્ર માટે પ્રોત્સાહિત કરવા શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે ધોરાજી ભાડેર ગામના વતની હરિહરસિંહ વાદ્યેલા એસ.કે જોબાળીયા હાઇસ્કૂલના આચાર્ય તરીકે અને રાષ્ટ્રીય કક્ષાના ગ્રાન્ટેડ શિક્ષક સંદ્યના આચાર્ય વિભાગના રાજયકક્ષાના મહામંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે તેઓને આ પ્રકારનું સન્માન મળતા ધોરાજી વિવેકાનંદ પરિવારના રાજુભાઈ એરડા શિક્ષણવિદ જે જે વિરાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નિવૃત પ્રિન્સિપાલ ભાનુભાઈ ઠાકર ધોરાજી ઉપલેટા શાસન અધિકારી આર જે જાડેજા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રવીણભાઈ મોડાસીયા લેવા પટેલ સંસ્થાના શિક્ષણ અધિકારી મુકેશભાઈ શિંગાળા આદર્શ સ્કૂલના ભટ્ટ ભાઈ એચપી પેટ્રોલ પંપ વાળા પ્રતાપભાઈ શહેર ભાજપ મંત્રી ધીરુભાઈ કોયાણી પ્રવીણભાઈ રાઠોડ (ગાંધી) વિગેરેએ ધોરાજી ખાતે અભિનંદન પાઠવ્યા હતા.

(11:32 am IST)