Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ચોટીલામાં હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ કાર્યક્રમ

ચોટીલા : ચોટીલા શહેર ખાતે રાજય સરકાર, ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગરની હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર પર.લી., (અપાર્ક) અમદાવાદ ના પ્રતિનિધિ શ્રી ધર્મેશ પ્રજાપતિ અને શ્રી સંજય પ્રજાપતિ ચોટીલા નગરપાલિકા ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.શહેરના નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી નિકુંજભાઈ વોરા, ન.પા ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચર, ચોટીલા તાલુકા કરણી સેના પ્રમુખ શકિતસિંહ ઝાલા, સમાજ સંગઠકશ્રી હરપાલસિંહ ઝાલા, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ, સભ્યશ્રીઓ તથા નગરજનો હાજર રહેલ. પાલિકા હોલમાં યોજાયેલ ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમની તસ્વીરો.(તસ્વીરઃ હેમલ શાહ,ચોટીલા)

(11:29 am IST)