Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

વાંકાનેર : શ્રી મનસાદેવી આશ્રમે ભાગવત કથા

વાંકાનેર તા.૧૭ : તાલાળા સાસણ રોડ ઉપર મુ.બોરવાવ (જી.ગીર સોમનાથ) સાગોદ્રા ફાટક પાસે શ્રી મનસાદેવી આશ્રમ (ઉદાસીન આશ્રમ) માં પરમકૃપાળુ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવદાદા તથા શ્રી મનસાદેવીજી તથા શ્રી હનુમાનજી મહારાજની તેમજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્રભગવાનના શિષ્ય પુ.સંતશ્રી રામદાસબાપુ તથા સંતશ્રી મુરલીદાસબાપુ તથા પુ.સંતશ્રી સોબરનદાસબાપુ સંતશ્રી શંભુદાસબાપુ, સંતશ્રી રૂષિદાસબાપુ (રાજુબાપુ), ઉદાસીનના આત્મશ્રેયાર્થે મોક્ષાર્થે શ્રી મનસાદેવી ધામમાં શ્રી બ્રહ્મેશ્વર મંદિર મોટા હનુમાનજી મંદિર ઉદાસીન આશ્રમના મહંત પુ.સતનામદાસજી બાપુ દ્વારા પેલદાસજી તાલાલા ગીર, સંતશ્રી રૂષીદાસબાપુ, શ્રી મનસાદેવી આશ્રમ, સાગોદ્રા ફાટકના ઉદાસીન જગ્યાના મહંત પ.પુ.નિર્મદાસદાસજી બાપુ ગુરૂ શ્રી સંતોષદાસજી ઉદાસીન બોરવાવા પાવન સાનિધ્યમાં હરિહરગૃપ તેમજ ગ્રામજનો તથા તમામ મહિલા સત્સંગ મંડળ તથા ધૂન મંડળો દ્વારા પૂ.સદગુરૂદેવશ્રી સોબરનદાસજી બાપુ પુ.સંતશ્રી નિર્મળદાસબાપુના ભકત સમુદાય દ્વારા સર્વે મળીને સંયુકતમાં મનસાદેવી આશ્રમ ખાતે તા.રરને રવિવારથી તા. ૨૮ શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું સુંદર આયોજન કરેલ છે જે કથામાં વ્યાસપીઠ પર પ્રસિધ્ધ વકતા પ.પુ.વિનુભાઇ શર્મા (ગારીયાધાર વાળા) તેમની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો શ્રવણ સમય સવારે ૯ થી ૧ છે.

કથા પ્રારંભથી પુર્ણાહુતી સુધી દરરોજ બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના સોનેરી પ્રસંગોમાં તા.રર રવિવારના સવારે ૮-૩૦ તાલાળા હવેલીથી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ઉદાસીન આશ્રમ પુ.સંતશ્રી સોબરનદાસ બાપુના આશ્રમેથી વાહન દ્વારા શ્રી મનસાદેવી આશ્રમ કથા સ્થળ સુધી પહોચશે. જે શોભાયાત્રા વાજતે ગાજતે ડી.જેના સાઉન્ડ સાથે નીકળશે. તા. ૨૪ મંગળવારના રોજ વામન પ્રાગટય, તા.રપને બુધવારે કૃષ્ણજન્મ, તા. ૨૬ના ગોવર્ધનપૂજા મહોત્સવ, તા.૨૭ના રૂક્ષ્મણી વિવાહ દરેક પ્રસંગે ધાર્મિક રીતે ઉત્સાહપુર્વક ઉજવાશે. તા.૨૭ના શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે જેમાં સંતવાણીના પ્રસિધ્ધ કલાકાર કુ.ભગવતીબેન ગોસ્વામી તથા સાથીકલાકારો ભજનનોની રંગત જમાવશે. શ્રી મનસાદેવી આશ્રમ જે તાલાલા શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ શ્રી ઉદાસીન આશ્રમના મહંત પ.પુ.સદગુરૂદેવ શ્રી સુમીરનદાસજીબાપુના ગુરૂ સ્થાન છે જેમના ગુરૂદેવ રામદાસજીબાપુ હતા જયા પણ ગુરૂદેવશ્રીનુ મંદિર, મનસાદેવીજીનું મંદિર, સત્સંગ હોલ, અલખની ધુણી તેમજ ગુરૂશ્રી રામદાસબાપુનુ મંદિર છે જયા અત્યારે મહંતમાં સમર્થ સંત પુ.વંદનીય નિર્મળદાસબાપુ બિરાજે છે. ગયા વર્ષ ૨૦૧૮ના અલ્હાબાદના પ્રયાગરાજના કુંભમેળામાં ઉદાસીન આશ્રમમાં ભોજનાલય સામે જ ગુરૂદેવ સંતશ્રી નિર્મળદાસબાપુનો ઉતારો હતો. કથા શ્રવણ કરવા સર્વે ભાવિક ભકતોને પધારવા શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ શ્રી ઉદાસીન આશ્રમ મોટા હનુમાનજી મંદિરના મહંત પુ.સતનામદાસબાપુ ગુરૂ પેલદાસજી ઉદાસીન સંત રૂષીદાસબાપુ (રાજુબાપુ), મનસાદેવી આશ્રમ, સાગોદ્રા ફાટક ઉદાસીન આશ્રમના મહંત નિર્મળદાસબાપુ, સંતષદાસજી, તથા હરિહર ગૃપ તેમજ ગ્રામજનો મહિલા સત્સંગ મંડળ તમામ ધૂન મંડળો દ્વારા નિમંત્રણ છે. જે પુ. ગુરૂદેવ શ્રી સોબરન દાસબાપુના શિષ્ય શ્રી વાઘેલાભાઇ તેમજ વાંકાનેરના પુ.સદગુરૂદેવ શ્રી સુમિરનદાસજીબાપુના શિષ્ય હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયુ છે.

વધુ વિગત માટે મો. ૯૫૭૪૨ ૧૭૩૮૮, ૯૪૨૬૯ ૬૪૪૪૨, ૯૯૭૯૧ ૮૩૯૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:50 am IST)