Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

કેશોદના નાની ધંસારી ગામની દિવ્યાંગ ખેલાડી હેતલે ગોળાફેંક લાંબી કુદમાં પ્રથમ ક્રમે વિજેતા

ખેલમહાકુંભ ૨૦૧૯ની સ્પર્ધાઓમાં

કેશોદ તા. ૧૭ : કેશોદૅં તાજેતરમાં રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓનો વિભાગ,ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની વિવિધ રમતોની સ્પર્ધાઓમાં શ્રી માદયમિક શાળા નાની દ્યંસારીમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થિની હેતલ મકડિયાએ ગોળાફેંક,લાંબી કૂદ,ઙ્ગ ખોખોઙ્ગ વગેરેઙ્ગ રમતોમાં ભાગ લીધો હતો. તેણીએ ગોળાફેંક લાંબીકુદમાં ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજય કક્ષાએ પસંદગી પામીને એમના પરિવાર, શાળા સહિત જૂનાગઢઙ્ગ જીલ્લાનુ નામ રોશન કર્યું છે.ઙ્ગ

ઙ્ગઆ દિવ્યાંગ વિદ્યાર્થિની સામાન્ય પરિવારમાં ખૂબ સંદ્યર્ષરત રહીને અભ્યાસ કરે છે. એમના પિતા હેમંતભાઈ પીઠાભાઈ મકડિયા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.એમને ત્રણ દિકરી અને એક દિકરો એમ ચાર સંતાનો.જેમાં નાની પુત્રી હેતલ જન્મજાત હાથે દિવ્યાંગ હોવાથી તેમનો પરિવાર ચિંતિત રહેતો હતો. પણ હેતલના આત્મવિશ્વાસ અને નાનપણથી જ રમત ગમત પ્રત્યે અનહદ લગાવને કારણેઙ્ગ શાળા સ્તરે તમામ રમતોમાં ભાગ લઈ તાલુકા અનેઙ્ગ ઙ્ગજીલ્લા કક્ષાએ સમાંતરે ઉત્કૃષ્ઠ દેખાવ કરેલો.એમણેઙ્ગ વર્ષૅં૨૦૧૬ના ખેલ મહાકુંભમાં એથ્લેટીકનીઙ્ગ લાંબીકૂદ રમતમાં જીલ્લા કક્ષાએ પ્રથમ તથા ગોળાફેંકમા બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૭ની ખેલ મહાકુંભની એથ્લેટીક રમતમા લાંબીકૂદમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨૦૧૮માં એથ્લેટીક રમતમાં પણ ગોળાફેંક અને લાંબીકૂદમાં પણ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકણ પુરસ્કાર મેળવીને હવે પછીઙ્ગ રાજયઙ્ગ રાજય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જવાનાં છે. હેતલની આ સફળતા બદલ એમનો પરિવાર અને એમની શાળા સૌ ગૌરવ અનુભવે છે.

(11:47 am IST)