Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બગસરાના નવી હળીયાદમાં દીપડાનો ખેડૂત પર હુમલો :ગંભીર ઇજા

અમરેલીના બગસરામાં દીપડાનો આતંક યથાવત્ છે, છેલ્લા ત્રણ દિવસથી નવી હલિયાદ ગામમાં દીપડો એક બાદ એક ખેડૂત પર હુમલો કરે છે આજે વહેલી સવારે જ્યારે ખેડૂત કરશન ભાઈ સુતા હતા.ત્યારે દીપડાએ પગના ભાગે હુમલો કર્યો હતો. જેના કારણે ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક મચાવી રહ્યો છે. વનવિભાગની ટીમ દીપડાને પકડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વહેલી તકે દીપડાને પાંજરામાં પુરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

(11:33 pm IST)