Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

કચ્છના ભચાઉમાંથી ૭ લાખનો દારૂ ઝડપાયોઃ બુટલેગર ફરાર

નાની ચીરઇ ગામની સીમમાં પોલીસ ટીમ ત્રાટકતા નાસભાગ

ભુજઃ કચ્છમાં ટ્રક, દારૂનો જથ્થો તથા પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

ભુજ, તા., ૧૭: કચ્છના ભચાઉમાંથી રૂ. ૭.  ૧૧ લાખનો દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસની ટીમ ત્રાટકતા બુટલેગર નાસી છુટયા હતા.

પોલીસ મહાનીરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજનાઓની તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.ભાટીયા સાહેબના નેતૃત્વ હેઠળ સાથેના પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માંડણ મધાભાઇ બઢીયા તથા કાના વેલા બઢીયા રહે. બંન્ને જુની મોટી ચીરઇ તા. ભચાઉવાળા તથા મોરગરના ઇમરાન યુસુફ રાયમા નાની ચીરઇ સીમ વિસ્તારમાં જવાના કાચા રસ્તે રેલ્વે ટ્રેક ફાટક ક્રોસ કરીને આગળ જતા જમણી બાજુ ખુલ્લા ખેતરોની સીમમાં બાવળની ઝાડીઓમાં અંગ્રેજી દારૂનો જથ્થો ટ્રક નંબર જીજે-૧ર-ટી-૬૦રર મારફતે મંગાવી ભેગા મળી દારૂની હેરાફેરી કરી વેચાણ કરવાના છે તેવી સચોટ બાતમી આધારે સરદહું જગ્યાએ રેઇડ કાર્યવાહી કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. ૭.૧૧ લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

પોતાના કબ્જામાં વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન કાના વેલા બઢીયા નાસી જઇ તથા માંડણ મધાભાઇ બઢીયા તથા ઇમરાન યુસુફ રાયમા હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તેના વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬પ એઇ, ૧૧૬ (બી) ૮૧ મુજબ ધોરણસર થવા ફરીયાદ કરેલ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.જે.ભાટીયા, એ.એસ.આઇ. નજીર હુસેન પો.હેઙ કોન્સ. ગેલાભાઇ શુકલા તથા પો.કોન્સ. વિશ્વજીતસિંહ ગોહીલ તથા જગદીશભાઇ સોલંકી તથા હરપાલસિંહ જાડેજાનાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી.

(4:06 pm IST)