Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

થાનમાં ડોડવાનો નશો કરવા ન મળતાં રતિભાઇ શરીરે ફિનાઇલ રેડી સળગ્યા

પચાસ વર્ષના સથવારા પ્રોૈઢને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૭: થાનગઢમાં એવરેસ્ટ પોટરી પાસે શકિત સોસાયટીમાં રહેતાં રતિભાઇ હીરાભાઇ ચાવડા (ઉ.૫૦) નામના સથવારા પ્રોૈઢે રાત્રે બે વાગ્યે સંડાસમાં જઇ શરીર પર ફિનાઇલ રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રતિભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પરિવારજનોના કહેવા મુજબ હાલમાં રતિભાઇ કામધંધો કરતાં નથી. તેમને ડોડવાનો નશો કરવાની આદત છે. પણ કેટલાક સમયથી નશો કરવા ન મળતાં કંટાળી જતાં આ પગલું ભરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે થાન પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)

(11:56 am IST)