Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ચુનાવી બસંત કી બહાર આયી હૈ, વાદો ઔર દાવો કી સૌગાદ લાયી હૈ... ઓહોહોહો... ૬૦થી વધુ ધારાસભ્યો જસદણ ક્ષેત્રમાં: અભૂતપૂર્વ ઘટના

ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યો, પ્રધાનો, સંગઠનના હોદેદારો ગામડા અને ગલીઓ ખૂંદે છેઃ રોમાંચક ચૂંટણી જંગ

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાતમાં છેલ્લી ધારાસભાની ચૂંટણી પછી પ્રથમ પેટાચૂંટણી જસદણ મતક્ષેત્રમાં આવી છે. તે રાજકોટ જિલ્લાનો વિસ્તાર છે. મુખ્યમંત્રીના ખુદના વિસ્તારમાં જ પેટાચૂંટણી છે. જેમાં ૮ ઉમેદવારો પૈકી મુખ્ય જંગ ભાજપના કુંવરજીભાઈ બાવળિયા અને કોંગ્રેસના અવસરભાઈ નાકિયા વચ્ચે છે. બન્ને પક્ષોએ પેટાચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રસંગ બનાવ્યો હોવાથી અભૂતપૂર્વ જંગ જામ્યો છે. કોંગ્રેસના ૩૦થી વધુ અને ભાજપના એનાથી પણ વધુ મળી કુલ ૬૦થી વધુ ધારાસભ્યો જસદણ મતક્ષેત્રમાં ઘુમી રહ્યા છે. એક જ પેટાચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને કામગીરી સોંપાયેલ હોય તેવુ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ છે. કુલ ૧૮૨ ધારાસભ્યો છે તે પૈકી ત્રીજા ભાગના જસદણ મત વિસ્તારમાં આવી ગયા છે.

બન્ને પક્ષોના ધારાસભ્યો ઉપરાંત સંગઠનના ટોચના હોદેદારો, ભાજપ તરફથી સંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનો અને ગામેગામના કાર્યકરો ઘુમી રહ્યા છે. જસદણના ગામડાઓ અને શહેરીની ગલીઓ જાણીતા અને અજાણ્યા રાજકીય ચહેરાઓથી ધમધમી રહી છે. બન્ને પક્ષ મોટી સરસાઈથી જીતવાનો દાવો કરે છે. જો જીત નિશ્ચિત જ હોય તો આટલી મોટી સંખ્યામાં બહારથી કાર્યકરો શા માટે ઉતારવા પડે ? તે મોટો પ્રશ્ન છે. બન્ને પક્ષોના ઉમેદવારોએ નાણાની કોથળીઓ ખુલ્લી મુકી છે.

કુંવરજીભાઈ પક્ષપલ્ટો કરીને આવ્યા હોવાથી પરિણામ સાથે ભાજપની પ્રતિષ્ઠા જોડાયેલી છે. બીજી તરફ કોંગ્રેસ આ બેઠક જીતીને સમગ્ર રાજ્યનું રાજકીય હવામાન બદલવા માગે છે. બન્ને તરફથી ચૂંટણી જીતવા તમામ તાકાત કામે લગાડવામાં આવી છે. રાજકીય કાર્યકરો ઉપરાંત સામાજિક આગેવાનો, સાધુ-સંતો વગેરેની મદદ લેવામાં આવી રહી છે. ચૂંટણી જંગ રોમાંચક તબક્કે પહોંચ્યો છે.

એક નઝર ઈધર ભી

રઘોઃ નેતાના કપડાનો રંગ સફેદ કેમ હોય છે?

મઘોઃ પક્ષ બદલતી વખતે કપડા બદલવા ન પડે એટલા માટે! 

 

(11:52 am IST)