Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ભારે કરી... તળાજાના બુટલેગરને દારૂ આપવાનું કહીને ૨ લાખની છેતરપીંડી

ભાવનગર, તા.૧૭: તળાજાના દરિયા કિનારાના એક ગામડાના બુટલેગર એ અહીં વેંચતા બેફામ વિલાયતી દારૂને લઈ નફો રળી લેવા માટે એકિસાથે બે લાખ રૂપિયાનો દારૂ ઉતારવા માટે હોલસેલ માલ વેંચતા તુલા રાશિના બુટલેગરનો સંપર્ક કર્યો હતો.

બન્ને વચ્ચે ડિલ થયા બાદ હોલસેલ વેપારી તળાજા વિસ્તારના બુટલેગરની ફોર વહીલ લઈને તને આજ કારમાં માલ પહોંચાડી દવ તેમ કહી કાર લઇ ગયો હતો. અને એજ કાર લઈને પરત આવી તળાજાના બુટલેગરને વાહન સોંપી દીધું હતું. આથી તળાજાનાબુટલેગરએ પોતાના ગામડે જઈ કારમાં ચેક કરતા માલ હતો જ નહિ.

તળાજાથી માલ મગાવનાર એ ડિલિવરી લેટ પહેલા પચાસ હાજર, અને ડિલિવરી આપ્યાનું માની દોઢ લાખ આપ્યા હતા. એમ બે લાખ આપ્યા હતા.

બુટલેગર જગતમાં આ પ્રકારનું ચિટીંગ પ્રથમ વખત થયુ હોય ખળભળાટ મચી ગયો છે. જોકે દારૂનો હોલસેલ સપ્લાયરનો અન્ય દારૂના મામલે સાડા છ લાખનો ધુમ્બો લાગ્યો હોવાનું પણ બુટલેગર જગતમાં ચર્ચા છે.

તળાજાના બુટલેગર એ વિલાયતી દારૂનો જથ્થો મંગાવવા પહેલા પચાસ હજાર મોકલ્યા હતા તે આંગડિયા મારફત મોકલ્યા હતા. આમ આંગડિયા પેઢીઓ મારફત કાળા કારોબાર માટે કાળા રૂપિયાનો વહીવટ થતો હોવાનું પણ બુટલેગર સાથે થયેલ ચિટીંગ પ્રકરણે જાણવા મળ્યુ છે. જે તપાસનિશ એજન્સી માટે પણ એક મહત્વની કડી છે.(૨૩.પ)

(11:34 am IST)