Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

મહુવામાં ટ્રકની અડેફેટે બાઇક ચાલક યુવાન મહેન્દ્ર ચૌહાણનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

ટ્રકની ટક્કર લગતા બાઇકચાલક ઉછળીને રોડ પર પટકાતા માથામાં જીવલેણ ઇજા

ભાવનગર :જિલ્લાના મહુવામાં મીલની ચાલી પાસે ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ મહુવાના નૂતનનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર છગનભાઈ ચૌહાણ (ઉ.વ.૩પ) પોતાનું ટીવીએસ બાઈક નં.જીજે૪ એજી ૯૪૪૧ લઈને જઈ રહ્યો હતો ત્યારે મીલની ચાલી પાસે સામેથી આવતા અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે૧૪ ડબલ્યુ ૧૬પ૭ના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક મહેન્દ્રભાઈ ઉથલીને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર લોહીયાળ ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

 અકસ્માતનો  બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા.અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ અને જરૂરી કાગળો તૈયાર કરીને લાશને પીએમમાં ખસેડાયેલ. મૃતક યુવાનના પિતા છગનભાઈ વાઘજીભાઈ ચૌહાણે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. આર.જે. પરમાર ચલાવી રહ્યાં છે.

(10:46 am IST)