Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જુનાગઢ જિલ્લાની બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના કર્મચારી માટે ઉચ્ચત્તર પગાર ધોરણનો કેમ્પ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આજથી સવા વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇ આજદીન સુધી કર્મચારીઓના દરેક પ્રશ્નો ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે.

શ્રી ઉપાધ્યાય જિલ્લા શિક્ષણાધિકારી ઉપરાંત જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીનો ચાર્જ પણ એકવર્ષથી સંભાળી બબ્બે જવાબદારી કોઇપણ પ્રકારના ભાર વગર નિભાવી રહ્યા છે.

શ્રી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાની તમામ બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓના શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સમપર ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળે તે માટે એક વર્ષમાં આ ચોથા કેમ્પનું આયોજન કર્યું છે.

જેમાં આગામી તા. રપ નવેમ્બરના રોજ સવારે ૧૦-૩૦ થી જુનાગ શહેર ગ્રામ્ય વંથલી માણાવદર, ભેસાણ અને તા.ર૬ નવેમ્બરના રોજ મેંદરડા વિસાવદર, કેશોદ, માંગરોળ, માળીયાહાટીનાનો બેદિવસ સુધી જુનાગઢની સરકારી ગર્લ્સ હાઇસ્કુલ આઝાદ ચોક ખાતે કેમ્પ યોજાશે તેમા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાય તેમની કચેરીના શિક્ષણ નિરીક્ષક આર.વી.પરમાર, એલ.વી.કરમટા તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક વી.એલ. ભુત, વી.જી.વડારીયા અને સિનીયર કલાર્ક આર.બી. મહાવદીયા, એચ.પી.દવે, પી.એમ. વાઘેલા અને જુનીયર કર્લા ડી.એસ.ઠાકર કામગીરી બજાવશે આ કેમ્પ અંગે શ્રી ઉપાધ્યાયએ તમામ બિનસરકારી ગ્રાન્ટેડ શાળાના આચાર્યશ્રીને પરિપત્ર પાઠવી ઉચ્ચત્તર ધોરણની દરખાસ્ત રજુ કરવા સુચનાઓ આપી જરૂરી. આધારો રજુ કરવાના રહેશે તેમ જણાવ્યું હતું.

(12:55 pm IST)