Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

જગા મેડી ગામે ઝંઝાવતી પવન સાથેના ૩ ઇંચ વરસાદથી નુકસાન

ફલ્લાઃ  જામવણથલી  નજીકના જગા અને મેડી ગામે તા. ૧૪ ના રોજ જોરદાર પવન સાથેના વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારમાં તલીના ઉભડા પલળી ગયા હતા. મગફળી, કપાસ અને બોરના મોલનો ભારે પવન અને વરસાદથી સોથ વળી ગયો હતો.

જગાના ખેડૂત આગેવાન વલ્લભભાઇ ભાલોડીયાએ સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની માંગણી  કરી હતી.

ફલ્લા વિસ્તારમાં પણ પડેલા વરસાદથી  ખેડુતોના ઉભા મોલને પારવાર નુકસાન થયુ છે. ઙ્ગ

(12:58 pm IST)