Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

હળવદમાં ગાયને ઉછેરતા ગૌપ્રેમીએ વાછરડીના જન્મદિને પેંડા વહેચ્યા

ગૌરક્ષા માટે સમાજને પ્રેરણા આપતા કાર્યની ભારે પ્રશંસા

 હળવદ તા.૧૬ : હાલ ના બદલાતા જતાઙ્ગ આધુનિક જમાનામાં જયારે કોઈના દ્યરે પુત્ર કે પુત્રી નો જન્મ થાય ત્યારે પરિવાર કેક કાપીને , હોટેલ માં ભોજન કરી ને કે અન્ય કોઈ સેવાકીય કર્યો કરી ને જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે અને ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવાતી હોય છે . આ ઉપરાંત અમુક કિસ્સા માં જન્મ દિવસની ખૂબ ઠાઠ માઠ થી ઉજવણી પણઙ્ગ થતી હોય છે. પરંતુ અહીં એક જન્મ ની ઉજવણી એવી રીતે થઈ કે જે નવો રાહ ચીંધનાર બની રહેવા પામી છે . વાત છે હળવદ શહેર ના ખારીવાડી (રામનગર) ના નિવાસી અને ગૌ પ્રેમી એવા દ્યનશ્યામભાઈ સવજીભાઈ સોનગ્રાએ તો પોતાના દ્યરે પાળેલ પોતાની દીકરી સમાન ગાયને વાછરડી નો જન્મ થતા તેઓ ખૂબ હર્ષ ની લાગણી અનુભવી હતી અને આનંદિત થઈ ગયા હતા.ઙ્ગ આઙ્ગ ખુશી માં વાછરડીના વજન જેટલા પેંડા આસરે ૨૦ કિલો જેટલા પેંડા હળવદ નીઙ્ગ શાળા નંબર-૪ ના ૭૨૫ જેટલા બાળકોને ખવડાવીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. ખરા અર્થમાં દ્યનશ્યામભાઈએ ગૌ રક્ષાની અનોખી પહેલ પાડી સમાજમાં અનોખી પહેલ કરી ને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડવા નું કામ કર્યું છે.

(12:09 pm IST)