Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ગાંધીજીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ ગોંડલ તેમાંથી કદાચ બાકાત હશે ?

ગોંડલમાં બેરોકટોક ખુલ્લેઆમ દારૂનું વેચાણનો વિડીયો પણ વાયરલ

ડલ : ગોંડલ પંથકમાં બેફામ દારૂ વેચાઇ રહ્યો છે તેની પૃષ્ટિ કરતો એક વિડીયો પણ વાયરસ થતા ભારે આશ્ચર્ય ફેલાય છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર ગુજરાતમાં દારૂમુદ્દે અવાર નવાર નિવેદનબાજી જોવા મળતી હોય છે પરતું દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહેલું જોવા મળી રહ્યું છે. રાજકોટ ગોંડલમાં ખુલ્લેઆમ દેશીદારૂની વેંચાણ થતો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ઘરના દરવાજા પર બેસીને દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો ગોંડલના ભગવતપરા શેરીનો હોવાનું જણાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવતા પોલીસની કામગીર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો બાદ એવું લાગી રહ્યું છે કે દારૂનો વેંચાણ પોલીસની રહેમ નજર હેઠળ થઈ રહ્યું હોય તેવુ પણ લાગી રહ્યું છે. હવે આ વીડિયા સામે આવતા પોલીસ દારૂના વેચાણ કરનાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું ? 

(11:34 am IST)