Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબી જીલ્લા ખેતી બેંકમાં ભાજપનો કબજો : પ્રમુખ તરીકે પ્રભુભાઈ પનારા અને ઉપપ્રમુખ બાબુલાલ ઉધરેજા ચૂંટાયા

ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપ્યું હોય જે બંને હોદેદારો વિજયી બન્યા

મોરબી : ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકની મોરબી શાખાની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે પ્રભુલાલ વિરજીભાઈ પનારા અને ઉપપ્રમુખ તરીકે બાબુલાલ જીણાભાઇ ઉધરેજાને પક્ષે મેન્ડેટ આપ્યું હોય જે બંને હોદેદારો વિજયી બન્યા છે અને મોરબી જીલ્લા ખેતી બેંકના પ્રમુખ તરીકે પ્રભુભાઈ પનારા અને ઉપપ્રમુખ બાબુલાલ ઉધરેજા ચૂંટાયા હોય ત્યારે બેંકના ડીરેક્ટર જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

(10:41 am IST)