Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોડીનારમાં અંબુજા કંપની સામે સ્થાનિકોમાં રોષ કંપની સામે ગ્રામજનોનું 18 દિવસથી આંદોલન

આંદલનકારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક મળી

કોડીનારમાં છેલ્લા 18 દિવસથી ગ્રામજનો અંબુજા કંપની સામે આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારીઓને કંપનીએ વાતચીત માટે બોલાવ્યા હતા  આ સમગ્ર મુદ્દે આંદલનકારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી, બેઠક દરમિયાન આંદોલનકારીઓએ સ્થાનીય લોકોને રોજગારી મળે તે માંગ બુલંદ કરી છે. બેઠકમાં કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનકારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે

(9:12 pm IST)