Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

બાબર નગરપાલિકાના ૩૩ રોજમદાર સફાઇ કર્મચારીઓને છુટા કરાયા

અનિયમિત હાજરી બાબતે પાલિકા પ્રમુખનુ કડક વલણ

બાબરા તા.૧૭: બાબરામાં નગરપાલિકાના ૭૦ વધુ સફાય કર્મીઓ છે જેમાં મોટાભાગના રોજમદાર સફાયકર્મીઓ ફરજ બજાવે છે દિવસમાં બે વાર શહેરની સફાય કરવાની થતી હોય છે પણ મોટા ભાગે પૂરતી સફાય થતી નથી જેના કારણે લોકો દ્વારા સતત રજુઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા દરેક સફાય કર્મીની દિવસમાં ચાર વાર હાજરી પુરવાની કડક સૂચના સેનેટરી ઇન્સપેકટરને આપવામાં આવતા ૩૩ જેટલા રોજમદાર સફાયકર્મીને તકલીફ પડી અને પોતે ફરજ નહિ બજાવે તેવું વલણ અપનાવતા નગરપાલિકા દ્વારા તમામ ને છુટાં કરાયા હોવાનું જાણવા મળ્યું છે

જોકે સફાયકર્મીઓ એ એવું જણાવ્યું હતું કે પૂરતા કામની સામે વળતર મળતું નથી જેના કારણે અમોએ સ્વૈચ્છિક નોકરી મુકેલ છે   નગરપાલિકા પ્રમુખ  વાળાએ જણાવ્યું હતું કે રોજમદાર સફાયકર્મીની સમયસર કામ કરતા નથી શહેરમાં ઉકરડા, ગંદકી તેમજ ગટર છલકાવવાના બનાવો બની રહ્યા છે સવાર તેમજ બપોરે બે સમય પૂરતી સફાય થતી નથી માટે સવારે સફાયકર્મી આવે ત્યારે અને બપોરે આવે ત્યારે અને સાંજે પરત જાય ત્યારે દરેક સમયે હાજરી ફરજીયાત કરવામાં આવતા અમુક સફાયકર્મીઓને તકલીફ પડતા તેઓને રજા આપવામાં આવી છે પૂરતો પગાર મળવા છતાં કામ નથી કરવું તેવું બિલકુલ ચલાવી નહિ લેવાય હાલ દિવાળીનો તહેવાર નજીકમાં હોય ત્યારે શહેરની વિશેષ સફાય કરવામાં આવશે પાલિકા પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે કુલ છ વોર્ડમાં ત્રણ વોર્ડમાં નગરપાલિકાના સફાયકર્મીઓ સફાય કરછે તેમજ અન્ય ત્રણ વોર્ડમાં કોન્ટ્રાકટ પદ્ધતિથી સફાયકર્મીઓ બોલાવી સફાય કરવામાં આવશે અને શહેરની સફાય કોન્ટ્રાકટથી આપવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે

આગામી દિવસોમાં શહેરની પૂરતી સફાય કરવા માટે સફાયકર્મીઓને કામે લગાડવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ ે અંતમાં જણાવ્યું હતું.

(1:16 pm IST)