Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ખૂનના ગુન્હામાં ૯ વર્ષની વોન્ટેડ આરોપી સેનીયાને ભાયાવદર પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા.૪: ભાયાવદર પોલીસ મથકબના ખૂનના ગુન્હામાં ૯ વર્ષની વોન્ટજ્ઞેડ આદિવાસી શખ્સને ભાયાવદર પોલીસે દબોચી લીધો હતો.

જીલાલ પોલીસ અધિક્ષક બલરામ મીણા તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની સુચના કરેલ હોય મદદનીશ પો. અધિ. જેતપુર વિભાગ , સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીની તપાસમાં હોય ભાયાવદર પો. સ્ટે. ા-ગુ.ર.નં.૨૭/૨૦૧૨ આઇપીસી કલમ-૩૦૨ ,૪૫૦, ૩૯૭, ૨૦૧,૧૨૦(બી), ૧૧૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાનોાસતો ફરતો આરોપી સેનીયા વસનાભાઇ ભાભોર, જાતે - આદીવાસી , રહે. - ગાંગરડા ગામ, હોળી ફળીયુ તા. - ગરબાડા, જી.- દાહોદ વાળા ભાયાવદરની ઉગમણી સીમમાં આવવાનો હોય જેથી એ.એસ.આઇ, એમ.એમ.મગરા તથા પો.હેઙ કોન્સ. એમ.એસ. સોલંકી  તથા પો. હેડ કોન્સ. એસ.બી. કોહલા તથા પો. કોન્સ. ઘનશ્યામભાઇ વીરડા નાઓ ઉગમણી સીમમાં આરોપીની વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત આરોપી મળી આવતા તેની ધરપકડ કરાઇ હતી.

આ  કામગીરીમાં ભાયાવદરના પી.એસ.આઇ આર.કે. ચાવડા એ.એસ.આઇ , એમ.એમ. મગરા, હેડ કો. એમ.એસ. સોલંકી , હેડ કો. એસ.બી. કોહલા તથા પો. કોન્સ. ઘનશ્યામભાઇ વિરડા જોડાયા હતા.

(1:09 pm IST)