Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ધારીના શિવડ ગામે કોપ કટીંગ કામગીરી નિહાળતા જિલ્લા કલેકટર આયુષ ઓક

અમરેલી,તા.૧૭:પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ધારી તાલુકાના શિવડની એક વાડીમાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા મગફળી પાક કાપણી (ક્રોપ કટીંગ) અખતરાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત રહેલા ખેડૂતમિત્રો પાસેથી કપાસ અને મગફળીના ઉત્પાદન અંગે માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત મગફળી પાકની કંપનીની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને રેન્ડમ મુલાકાત લઈને  પારદર્શી અને ચોકસાઈની ખાતરી કરવા અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીશ્રી ઓઝા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે. કે. પટેલ, મામલતદારશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)