Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ ગોંડલ દ્વારા શરદપૂનમ રાસ ગરબા મહોત્સવ

ગોંડલ ખાતે ખાંટ રાજપુત સમાજ ગોંડલ દ્વારા આયોજિત શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૧૯ પૂનમની રઢિયાળી રાતે હસ્તી મ્યુઝિક ગ્રુપ સંગીતના સથવારે ગોંડલ રિવર સાઇડ પેલેસ ગોંડલ ખાતે યોજાયો હતો,આ રાસ ગરબા મહોત્સવમાં મુખ્ય મહેમાનો સમાજના કે પી ગુજરાતી રમેશભાઈ મકવાણા ઉદ્યોગપતિ જુનાગઢ ,કૌશિક ભાઈ ચૌહાણ નાયબ મામલતદાર ગાંધીનગર, અનિલભાઈ ગુજરાતી એલ.સી.બી રાજકોટ,મહેશભાઇ મકવાણા નાયબ મામલતદાર કોટડાસાંગાણી,દિલીપભાઈ ડાભી નિવૃત પી.આઈ ક્રાઈમ બ્રાન્ચ અમરેલી,ચેતન ભાઈ વાઘેલા સિવિલ એન્જિનિયર ,કિશનભાઇ મોરબીયા પત્રકાર વિરપુર તથા ગોંડલના પ્રમુખ મહેશભાઈ ભીલ મુકેશભાઈ ઝાલા, રમેશભાઈ ગુજરાતી ,વિનુભાઈ ગુજરાતી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથોસાથ ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ ગુજરાતભરના ખેલૈયાઓ શરદપૂનમની રઢીયાળી રાત્રે મન મૂકી ગરબે રમ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશ પીપળીયા, કિરીટ ડાભી ,ગૌરવ ભડેલીયા, રાજેશ પીપળીયા, પ્રવીણ પરમાર,ચીમન સરવૈયા એ જહેમત ઉઠાવી હતી.

(11:41 am IST)