Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ટંકારામાં લતીપર ચોકડીથી ડાયવર્ઝન રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓ : વાહનચાલકો, રહેવાસીઓ, વેપારીઓ ત્રાહીમામ

ટંકારા તા.૧૭ : ટંકારા પાસે લતીપર ચોકડીએ ઓવરબ્રીજ બની રહેલ છે પરંતુ તેનુ કામ મંથર ગતિએ ચાલી રહેલ છે. રાજકોટ મોરબી હાઇવે રોડ ફોર ટ્રેકનું કામ પણ ધીમી ગતિએ ચાલે છે. મોરબી જીલ્લા કલેકટરશ્રી દ્વારા રાજકોટ મોરબી હાઇવે રોડ ફોર લેનની કામગીરી ડીસેમ્બર સુધીમાં પુી કરવાની સુચના આપેલ છે.

ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રીજ બને છે. મોરબી તરફ તથા રાજકોટ તરફ રોડની બંને સાઇડમાં ડાયવર્ઝન કઢાયેલ છે. આ ડાયવર્ઝન પાકા ડામર રોડના બનેલ નથી ફકત મેટલ પાથરવામાં આવેલ છે.

હાલમાં ડાયવર્ઝન કઢાયેલ છે પરંતુ સર્વિસ રોડ માટેની જમીનની સંપાદનની વળતર આપવાની કામગીરી જ બાકી છે.

મામલતદાર કચેરીથી ગોરસ ડેરી સુધી વાહનો ચાલે ત્યારે આખા રોડ ઉપર ધુળની ડમરીઓ ઉડે છે રાહદારી તથા મોટર સાયકલ ચાલકો ધૂળમાં નાહી લ્યે તેટલી ધૂળ ઉડે છે જેથી આજુબાજુની દુકાનો એમડી સોસાયટી, પટેલનગર, જીવાપરા શેરીઓમાં રોજ ધૂળ ઉડીને આવે છે. પરિણામે બાળકોના લોકોા સ્વાસ્થ્ય પણ બગડે છે.

લતીપર ચોકડીએ તથા ડાયવર્ઝન રોડ ઉપર ડામર પાથરી ધૂળ ઉડતી બંધ કરવાની જરૂર છે ડાયવર્ઝન રોડ ઉપર દરરોજ પાણીનો છંટકાવ પણ કરાતો નથી. વાહન ચાલકો તથા રહેવાસીઓ ધૂળની ઉડતી ડમરીઓથી ભારે પરેશાન છે ત્યારે તંત્રના અધિકારીઓ આ બાબતે ઘટતુ કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

(11:35 am IST)