Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

બગસરામાં ડેન્ગ્યુએ ૬ મહિનાના બાળકનો ભોગ લીધો

અમરેલી જીલ્લામાં વકરતો રોગચાળો : ઘેર-ઘેર માંદગીના ખાટલા

બગસરા, તા. ૧૭ : છેલ્લા એક માસથી સતત તાવના કેસો જોવા મળી રહ્યા છે જેમાં ડેન્ગ્યુના કેસો દિનપ્રતિદિન વધતા જોવા મળ્યા છે. તંત્ર દ્વારા ડેન્ગ્યુના કેસોમાં નિષ્ફળતા જોવા મળી છે. ઠેર-ઠેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે. એક માસના બાળકથી માંડીને ૧૦૦ વર્ષના વૃદ્ધો સુધીના લોકોને આ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા છે.

છેલ્લા દસ દિવસથી સારવાર લેતો છ માસના તોહીલખાન મજીદખાન પઠાણ ત્યાર બાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને છેલ્લે રાજકોટ દિવાઇન હોસ્પિટલમાં છેલ્લા છ દિવસથી આઇસીયુમાં રાખેલ. ડેન્ગ્યુ તાવ કન્ટ્રોલ ન થતા તેનું મોત નિપજયું હતું.

મજીદભાઇ ચાર દિકરીઓ છે અને માત્ર એક દિકરો હતો તેનું ડેન્ગ્યુમાં મોત થતાં તેના પરિવારમાં આભ ફાટયું છે. હોસ્પિટલોમાં ઠેર-ઠેર દર્દીઓ સોઇ ચડાવીને બાટલા હાથમાં રાખીને રોડ પર નીકળી ગયા છે. બધા કેસોમાં તાવ અને કણ ઘટી જવાના અને ડેન્ગ્યુના કેસો જોવા મળે છે. તંત્ર દ્વારા કોઇ નકર પગલા લેવામાં આવશે નહીં તો આ કેસોનો આંકડો કયાં સુધી પહોંચશે તેની ખર નથી, પરંતુ શહેરમાં ડીડીટીના છંટકાવ થવો જરૂરી છે. અપૂરતી સફાઇનદ અભાવ જોવા મળ્યો છે. કલેકટરના પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ નીચલા વર્ગના કર્મચારી દ્વારા આરોગ્ય વિભાગ વધુ કામગીરી કરીને આ રોગોને કાબુમાં લઇ આવે તેવી લોકમાંગણી ઉઠી છે. પડતર અને વાસી વસ્તુઓ, પડતર મીઠાઇઓ ખુલ્લા વાસણોમાં માખી, મચ્છરોના કારણે રોગચાળો વકરી રહ્યો છે. (૮.૪)

(10:04 am IST)